ગુજરાત

gujarat

અમદાવાદઃ પાટડીમાં રેલ વિદ્યુતીકરણ હેઠળ ખારાઘોડા સુધી વિદ્યુત એન્જિન શરૂ કરાશે

By

Published : Oct 19, 2020, 3:46 PM IST

પાટડીમાં રેલ વિદ્યુતિકરણ હેઠળ વિદ્યુત એન્જિન ચાલુ કરવામાં આવશે. રેલવે સ્ટેશન ખાતે પ્રોજેક્ટ ડિરેક્ટરના હસ્તે ભૂમિપૂજન કરી આ કામનો શુભારંભ કરવામાં આવ્યો હતો. નજીકના સમયમાં પેસેન્જર ટ્રેન ચાલુ કરવાની કાર્યવાહી પણ કરી શકાશે.

પાટડીમાં ખારાઘોડા સુધી વિદ્યુત એન્જિન શરૂ કરાશે
પાટડીમાં ખારાઘોડા સુધી વિદ્યુત એન્જિન શરૂ કરાશે

  • પાટડી જનતાને ભવિષ્યમાં પેસેન્જર ટ્રેનની સુવિધા મળવા આશાનું કિરણ
  • રેલવે સ્ટેશન ખાતે પ્રોજેક્ટ ડિરેક્ટરના હસ્તે કરાયું ભૂમિપૂજન
  • પાટડીમાં રેલ વિદ્યુતિકરણ હેઠળ ખારાઘોડા સુધી વિદ્યુત એન્જિન ચાલુ કરાશે
  • માલગાડી દ્વારા મીઠાની નિકાસ થઈ શકશે

વિરમગામઃ પાટડીની જનતાને નજીકના ભવિષ્યમાં પેસેન્જર ટ્રેનની સુવિધા મળી રહે તે માટે આ કાર્યથી આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. પાટડી રેલવે સ્ટેશન ખાતે રેલવે વિભાગ અમદાવાદના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્યામસુંદર મંગલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ ડિરેક્ટરે આ અંગે જણાવ્યું કે, પાટડી સુધી રેલવે વિદ્યુતિકરણ થવાથી ઝડપી માલગાડી દ્વારા મીઠાની નિકાસ કરી શકાશે. આ ઉપરાંત વિરમગામથી ખારાઘોડા તરફ રેલવે લાઈનનો વિકાસ ઝડપી થશે. નજીકના સમયમાં પેસેન્જર ટ્રેન ચાલુ કરવાની કાર્યવાહી કરી શકાશે.

ABOUT THE AUTHOR

...view details