ગુજરાત

gujarat

ETV Bharat / city

જૂની વી.એસ. હોસ્પિટલને ફરી શરૂ કરવા હાઈકોર્ટમાં અરજી કરાઈ - ગાયનેકોલોજિસ્ટ વિભાગ

અમદાવાદ વી.એસ. હોસ્પિટલ ફરીવાર શરૂ કરવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. 17મી ઓગસ્ટના રોજ યોજાયેલી બેઠકમાં વી.એસ.હોસ્પિટલને તોડી પાડવાના આદેશ પર હાઈકોર્ટ સ્ટે આપે તેવી રજૂઆત કરાઈ છે. આ મામલે વધુ સુનાવણી આગામી સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.

જૂની વી.એસ. હોસ્પિટલને ફરી શરૂ કરવા હાઈકોર્ટમાં અરજી કરાઈ
જૂની વી.એસ. હોસ્પિટલને ફરી શરૂ કરવા હાઈકોર્ટમાં અરજી કરાઈ

By

Published : Aug 26, 2020, 3:38 AM IST

અમદાવાદઃ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે વિક્રમ સારાભાઈ અને ચીનાઈ પરીવાર દ્વારા 1931માં વી.એસ. હોસ્પિટલ ચાર લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરાઇ હતી. દર વર્ષે આ હોસ્પિટલમાં આશરે 10 લાખ જેટલા લોકો સારવાર લે છે. દર વર્ષે 2 લાખ બાળકોની ડીલીવરી પણ જૂની વી.એસ. હોસ્પિટલમાં કરવામાં આવતી હતી.

જૂની વી.એસ. હોસ્પિટલને ફરી શરૂ કરવા હાઈકોર્ટમાં અરજી કરાઈ

વી.એસ. હોસ્પિટલ પરિસરમાં આવેલી સરકારી એન.એચ.એલ મેડિકલ કોલેજમાં 250 જેટલા મેડિકલના વિધાર્થીઓ વિવિધ કોર્સમાં અભ્યાસ કરે છે. અરજદારે હાઇકોર્ટમાં દાદ માગી છે કે વી.એસ. હોસ્પિટલને ફરીવાર સંપૂર્ણપણે શરૂ કરવામાં આવે અને તેને તોડી પાડવાના અથવા અન્ય સ્થળે ખસેડવાના આદેશ પર હાઇકોર્ટ સ્ટે આપે.

નોંધનીય છે કે વર્ષ 2018 સુધીમાં વી.એસ. હોસ્પિટલમાં 1115 જેટલા બેડ સારવાર માટે ઉપલબ્ધ હતા. જે હવે ઘટી ગયા છે. 2015માં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બેડની સંખ્યા વધારવાનો નિણર્ય લીધો હતો, જોકે ત્યાર પછી 2018માં વી.એસ. હોસ્પિટલમાં કેટલીક મર્યાદિત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અગાઉ વી.એસ. હોસ્પિટલમાં પીડીયાટ્રીશીયન વિભાગ, ગાયનેકોલોજિસ્ટ વિભાગ સહિત તમામ વિભાગોમાં સારવાર મળતી હતી.

ABOUT THE AUTHOR

...view details