અમદાવાદ:શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation ) દ્વારા આ વર્ષના જૂન માસમાં વી. એસ. હોસ્પિટલમાં જે નવ બ્લોકને તોડી પાડવા માટેનું નિર્ણય લેવામાં આવ્યો છે. જો વી.એસ. હોસ્પિટલનો બ્લોકને તોડી પાડશે, તો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે મફત તબીબી સેવાઓ બંધ થઈ જશે. તેની સામે હાઇકોર્ટમાં અરજી(Application in Ahmedabad High Court) કરવામાં આવી છે.
આ પણ વાંચો:મહત્વના કેસમાં પણ વકીલે મારી ગુલ્લી, HCએ કરી લાલ આંખ
શું છે સમગ્ર મામલો? - આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત છે કે, નાણાકીય રીતે સધ્ધર નહીં તેવા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને વી. એસ. હોસ્પિટલમાં મફતમાં સારવાર આપવામાં આવે છે, પરંતુ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વી. એસ. હોસ્પિટલના નવ બ્લોકને તોડી પાડવા(Demolishing Nine blocks of VS Hospital) માટેનો જે નિર્ણય લેવામાં આવ્યો છે. તે માટે થઈને AMCએ ટેન્ડર(Tender of Ahmedabad Municipal Corporation) પણ બહાર પાડેલા છે. જો વી.એસ. હોસ્પિટલને તોડી પાડવામાં આવશે, તો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને મફતમાં મળતી આરોગ્ય સુવિધાઓ બંધ થઈ જશે. જેના લીધે આ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.