અમદાવાદપીએમ મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેઓ અમદાવાદ મેટ્રો ટ્રેનના ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્ણ કરી ગાંધીનગર તરફ જવા નીકળ્યાં એ સમયે બનેલી આ ઘટનાની ખૂબ ચર્ચા છે. આપને જણાવીએ કે પીએમ મોદીનો કોન્વોય એસજી હાઈવેથી ગાંધીનગર જઈ રહ્યો હતો ત્યારે તેમના કોન્વોયની બાજુમાંથી એક એમ્બ્યુલન્સ ( An Ambulance Came Between PM Modi convoy ) નીકળી હતી. આ એમ્બ્યુલન્સમાં જે દર્દીને લઇ જવાઇ રહ્યાં હતાં તે 90 વર્ષના દર્દી ( Emergency Patient care ) હોવાનું ઇટીવીની તપાસમાં જાણવા મળ્યું છે. આ દર્દીને લઈને એમ્બ્યુલન્સ પીએમ મોદીના કોન્વોય ( PM Modi convoy ) ની સાવ નજીકથી પસાર થઈ હતી. એમ્બ્યુલન્સની સાયરન સાંભળીને પીએમ મોદીએ પોતાનો કોન્વોય સાઈડમાં કરી લીધો હતો અને એમ્બ્યુલન્સને પસાર થવા દીધી હતી.
એમ્બ્યુલન્સ કેવી રીતે રૂટ પર આવીએક વિગત એવી પણ સાંપડી રહી છે કે એમ્બ્યુલન્સ પહેલેથી તે રૂટ પર જઈ રહી હતી અને પાછળથી પીએમ કોન્વોય સ્પીડમાં આવી રહ્યો હતો. જેથી કોન્વોય ( PM Modi convoy ) એમ્બ્યુલન્સની નજીક આવી ગયો હતો. એમ્બ્યુલન્સ જોઇને પીએમે કોન્વોયની સ્પીડ ઓછી કરાવી દીધી હતી અને એમ્બ્યુલન્સને પહેલાં જ પસાર થવા દીધી ( Emergency Patient care )હતી. એમ્બ્યુલન્સે રિંગ રોડ પર જમણી બાજુ ટર્ન લીધો પછી કોન્વોય સ્પીડમાં ( An Ambulance Came Between PM Modi convoy ) ગાંધીનગર તરફ રવાના થયો હતો.
કોન્વોયની ગાડીમાંથી વિડીયો શૂટ થયોપીએમ મોદીની સુરક્ષામાં રહેલ કોન્વોય ( PM Modi convoy ) ના ચક્રને તોડવું ખૂબ જ મુશ્કેલ ( An Ambulance Came Between PM Modi convoy ) હોય છે. ત્યારે આ એમ્બ્યુલન્સ પીએમના કોન્વોયની વચ્ચે કેવી રીતે આવી તે તમામ લોકોને સવાલ થાય તે સ્વાભાવિક છે. સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થયો છે, તે અનુસાર આ અમદાવાદનો એસજી હાઈવે છે અને થલતેજથી છારોડીની વચ્ચેનો રસ્તો છે. આ જે વીડિયો શૂટ થયો છે તે પીએમ મોદીની સુરક્ષા જે કોન્વોય હોય છે, તેમાં કુલ 8 ગાડી હોય છે, તે પૈકીની એક ગાડીમાં આ વીડિયો શૂટ થયો હોવાનું તારણ નીકળે છે.