ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોના દર્દીઓ માટે વ્યસ્ત રહેતી 108ની ટીમ સુધી ફૂડ પેકેટ્સ પહોંચાડી રહ્યા છે સામાજિક કાર્યકર્તા મનોજ ભાવસાર - Ahmedabad NEWS

કોરોના કાળનો સમય જોતા તબીબો, પોલીસ કર્મચારીઓ, સામાજિક સંગઠન જેવા દરેક ક્ષેત્રના લોકો પોતાના પ્રયાસોને આવા સંકટના સમયને સુખના સમયમાં પરિવર્તિત કરવા પ્રયાસ કરી રહ્યા છે. આવો જ એક પ્રયાસ કરી રહ્યા છે, મિશન સેફ ઉતરાયણ ફાઉન્ડેશનના સામાજિક કાર્યકર મનોજ ભાવસાર. મનોજભાઈ હોસ્પિટલની બહાર સારવાર લેવા લાઈનમાં ઉભા રહેતી 108ના કર્મીઓને ફૂડ પેકેટ્સ, ચા-પાણીની સેવા પૂરી પાડી રહ્યા છે.

કોરોના દર્દીઓ માટે વ્યસ્ત રહેતી 108ની ટીમ સુધી ફૂડ પેકેટ્સ પહોંચાડી રહ્યા છે સામાજિક કાર્યકર્તા મનોજ ભાવસાર
કોરોના દર્દીઓ માટે વ્યસ્ત રહેતી 108ની ટીમ સુધી ફૂડ પેકેટ્સ પહોંચાડી રહ્યા છે સામાજિક કાર્યકર્તા મનોજ ભાવસાર

By

Published : May 3, 2021, 5:05 PM IST

  • દિવસ રાત મહેનત કરી રહેલા 108ના કર્મીઓની વહારે આવ્યા સામાજિક કાર્યકર
  • અમદાવાદના મનોજ ભાવસાર લોકો સારવારની રાહ જોતા 108ની ટીમને પહોચાડે છે ફૂડ પેકેટ્સ
  • 1200 બેડની હોસ્પિટલ બહાર વેઇટિંગમાં ઉભી રહેતી 108ની ટીમને આપે છે સેવા


અમદાવાદ: સામાજિક કાર્યકર તરીકે ફરજ નિભાવતા મનોજભાઈ છેલ્લા એક વર્ષથી સમયાંતરે સેવા આપતા આવે છે. કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ તેમણે 108ના કર્મીઓને ફૂડ પેકેટ્સ, ચા પાણીની સેવા આપીને ત્યાર બાદ હાલ ચાલી રહેલી બીજી લહેરમાં પણ દિવસ રાત તેઓ સેવા આવી રહ્યા છે. 1200 બેડની સિવિલ હોસ્પિટલ કે જ્યાં કલાકો સુધી 108 વેઈંટિંગમાં ઉભી રહે છે. ત્યાં તેઓ સેવા પહોંચાડી રહ્યા છે.

કોરોના દર્દીઓ માટે વ્યસ્ત રહેતી 108ની ટીમ સુધી ફૂડ પેકેટ્સ પહોંચાડી રહ્યા છે સામાજિક કાર્યકર્તા મનોજ ભાવસાર

108ની ટીમ પાસે જમવાનો પણ સમય નહિ

ETV Bharat સાથે વાત કરતા મનોજ ભાવસાર જણાવે છે કે, હાલના સમયે 108ની ટીમ પાસે જમવાનો પણ સમય નથી. દર્દીને સારવાર મળી રહે તે માટે 1200 બેડની હોસ્પિટલની બહાર લાઈનમાં કલાકોના કલાકો નીકળી જાય છે. એવામાં આ લોકો સુધી જમવાનું પહોંચી રહે અને ગરમીમાં પાણીની સુવિધા મળી રહે એ ખૂબ જરુરી છે. જેના માટે આ કામગીરી કરી રહ્યો છું.

ABOUT THE AUTHOR

...view details