ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં BRTS અકસ્માત મામલે ડ્રાઈવરને બરતરફ કરાયો

અમદાવાદ: શહેરમાં BRST અકસ્માતને લઇને થયેલા અકસ્માતમાં સ્ટેન્ડિંગ કમિટીએ નિવેદન આપ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જાણકારી આપી કે, કોન્ટ્રાક્ટરને શો-કોઝ નોટિસ પાઠવી અકસ્માત સર્જનાર ડ્રાઈવરને બરતરફ કરવામાં આવ્યો છે.

brts

By

Published : Nov 21, 2019, 8:37 PM IST

કોર્પોરેશનના BRTSમાં 4 કોર્પોરેટર બસો દોડાવે છે. જેમાં ગુરૂવારનો અકસ્માત ચાર્ટર્ડ અને ટ્રાવેલ ટાઈમના કોન્ટ્રેક્ટરના બસ ડ્રાઈવર દ્વારા કરવામાં આવ્યો છે. જેને લઇને કોન્ટ્રાક્ટરને શો-કોઝ નોટિસ પાઠવી ડ્રાઈવરને બરતરફ કરવામાં આવ્યો છે.

અકસ્માતમાં ઘટનાસ્થળ પર લાગેલા CCTVમાં પણ સવાલ ઉભો થયો છે. કારણ કે, કોર્પોરેશને 16 કેમેરા લગાવ્યા છતાં સ્પષ્ટ CCTV જાહેર કરવામાં આવ્યા નથી. આંકડાઓની વાત કરવામાં આવે તો વર્ષ 2016માં 4 લોકોના મોત થયા હતા. 2017માં 5ના મોત થયા હતા. 2018માં 4 અને 2019માં 9 મળી કુલ ચાર વર્ષના ગાળામાં BRTSના કારણે 22 માસુમોએ જીવ ગુમાવ્યો છે. અકસ્માતના આંકડા જોતા અવું લાગી રહ્યું છે કે, ખોટ ખાઈ રહેલી BRST અને AMTS માત્ર લોકોના જીવ લેવા દોડાવવામાં આવે છે.

અમદાવાદમાં BRTS અકસ્માત મામલે ડ્રાઈવરને બરતરફ કરાયો

અકસ્માત સર્જાવા પાછળના મુખ્ય કારણોમાં ટ્રાફિક સાઇનનો અભાવ અને પ્રતિબંધિત હોવા છતાં લોકો BRTS કોરિડોરમાં પોતાના વાહનો ચલાવતા હોવાનું લાગી રહ્યું છે. BRTSના પ્લાનિંગ મુજબ વિવિધ સ્થળે ટ્રાફિક સાઇન અને તેની નીચે મુકેલા રોડસાઈડ વધારે બહાર નીકળે છે, ઉપરાંત લોકો રોડ ક્રોસ કરવા માટે સીધા જ BRTSના રૂટમાં જતા રહે છે. જેને કારણે અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details