- પેટ્રોલ-ડીઝલની સાથેસાથે દૂધમાં પણ ભાવવધારો
- અમૂલ દ્વારા તમામ દૂધની કિંમતમાં કરાયો વધારો
- 1 જુલાઈથી નવો ભાવ લાગુ કરવામાં આવશે
ન્યૂઝ ડેસ્ક : પેટ્રોલ-ડીઝલના ભાવવધારા વચ્ચે અમૂલ દ્વારા દૂધની કિંમતમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હાલમાં પ્રતિ લીટર 56 રૂપિયાની કિંમતે વેચાતું અમૂલ દૂધ (Amul Milk) હવે 58 રૂપિયામાં મળશે. આ નવો ભાવ આવતીકાલે એટલે કે 1 જુલાઈથી લાગુ કરી દેવામાં આવશે.
ગુજરાત પંજાબ સહિતના રાજ્યોને પડશે અસર
હાલમાં અમૂલ ગોલ્ડ દૂધ (Amul Gold Milk)ના એક લીટરના પેકેટની કિંમત 56 રૂપિયા છે. જ્યારે 500 મિલીલીટર પેકેટની કિંમત 28 રૂપિયા છે. નવા ભાવ મુજબ એક લીટરના પેકેટની કિંમત રૂપિયા 58 અને 500 મિ.લી.ના પેકેટની કિંમત 29 રૂપિયા થશે. જ્યારે અમૂલ શક્તિ દૂધનો હાલનો ભાવ 50 રૂપિયા પ્રતિ લીટર છે, જે વધીને 52 થશે અને અમૂલ તાજા દૂધની પ્રતિ લીટર કિંમત 44થી વધારીને 46 કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર 1 જુલાઈથી લાગુ થનારા આ ભાવવધારાની અસર રાજધાની દિલ્હી સહિત ગુજરાત, પંજાબ તેમજ અન્ય રાજ્યોને પડશે.