ખોટ કરતી AMTSનું ડ્રાફ્ટ બજેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ટ્રાંસ્પોર્ટ મેનેજર દ્વારા એમ ટી એસનું 498.20 કરોડનું વાર્ષિક બજેટ રજૂ થયું છે. જેમાં ગત વર્ષના ડ્રાફ્ટ બજેટ કરતાં ૧૦ કરોડનો વધારો કરાયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે ગત વર્ષે AMTSએ 321 કરોડની ખોટ કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બસ સેવાએ જંગી ખોટ કરી છે. બજેટની વાત કરવામાં આવે તો મુસાફરો માટે કોઈ ખાસ જોગવાઈ નથી. ડ્રાફ્ટ બજેટમાં સુધારો કરીને બજેટ રજૂ કરવામાં આવે ત્યારે કોઈ સારી જાહેરાત થાય તેવું મુસાફરો ઇચ્છી રહ્યા છે.
ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા AMTSનું રૂપિયા 498.20 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમાચાર
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા AMTSનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા AMTSનું રૂપિયા 498.20 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. જેમાં મુસાફરો માટે કોઈ ખાસ જોગવાઈ કરવામાં આવી નથી.

hahha
ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા AMTSનું રૂપિયા ૪૯૮.૨૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું
ડ્રાફ્ટ બજેટની મહત્ત્વની જોગવાઈ પર નજર
- 100 નોન ACની મીની બસો લેવામાં આવશે.
- અમદાવાદની ઓળખ ગણાતા લાલ દરવાજા બસ સ્ટોપને હેરિટેજ લુક આપવામાં આવશે.
- સાબરમતી ડેપો બિલ્ડિંગને અપગ્રેડ કરાશે.
- ઓછી આવક ધરાવતા રૂટની 34 બસોને કંડકટર લેસ બનાવવામાં આવશે
- શહેરમાં જે ચાર રસ્તા પર ટ્રાફિકની સમસ્યા હશે તે જંકશનની આસપાસ આવેલી એ.એમ.ટી.એસ બસ સ્ટોપને દૂર ખસેડવામાં આવશે.