ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદના પ્રવાસે, કરશે 36મી નેશનલ ગેમ્સનો મૅસ્કોટ અને એંથમ લોન્ચ - મહાકુંભના વિજેતાઓ

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 4થી સપ્ટેમ્બર 2022, રવિવારે અમદાવાદના ટ્રાન્સસ્ટેડિયામાં ભવ્ય સમારોહમાં 36મી નેશનલ ગેમ્સનો મૅસ્કોટ અને એંથમ લોન્ચ કરશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય રમત ગમત પ્રધાન અનુરાગ ઠાકુર અને રાજ્યના રમત ગમત પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 11માં ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ યોજાશે. Union Home Minister visit Gujarat, 36th National Games, Grand Ceremony Transstadia Ahmedabad

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદના પ્રવાસે, કરશે 36મી નેશનલ ગેમ્સનો મૅસ્કોટ અને એંથમ લોન્ચ
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદના પ્રવાસે, કરશે 36મી નેશનલ ગેમ્સનો મૅસ્કોટ અને એંથમ લોન્ચ

By

Published : Sep 3, 2022, 4:52 PM IST

અમદાવાદશહેરના ટ્રાન્સસ્ટેડિયામાં (Grand Ceremony Transstadia Ahmedabad) રવિવારે, 4થી સપ્ટેમ્બરે યોજાનારા ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 36માં રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ (36th National Games) કરશે. ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર દરમિયાન રમાનારી 36મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લોન્ચ કરાશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રમત ગમત અને યુવા પ્રવૃત્તિઓના કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર, ગુજરાતના રમત ગમત અને યુવા પ્રવૃત્તિઓના પ્રધાન હર્ષ સંઘવી તથા ભારતના જાણીતા રમતવીરોની ઉપસ્થિતિમાં આ સમારોહમાં નેશનલ ગેમ્સની વેબસાઇટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લોન્ચ કરશે.

36 રમતોમાં 36 રાજ્યોરમત ગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણીની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ પર્વે ગુજરાતમાં યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગરમાં વિવિધ પ્રકારની 36 રમતોમાં 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 20,000 જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમત ગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે. 36મી નેશનલ ગેઈમ્સના ભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયામાં શનિવારે સાંજે 6 કલાકે યોજાશે.

આ પણ વાંચોNational Sports Festival 2022: અમદાવાદથી થશે શુભારંભ અને સુરતમાં સમાપન સમારોહ

વિજેતાઓને પુરસ્કાર એનાયત કરાશેટ્રાન્સસ્ટેડીયાના એકા એરેનામાં યોજાઈ રહેલા આ સમારોહમાં ગુજરાત રાજ્યમાં નેશનલ ગેમ્સના આયોજન માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (Indian Olympic Association), ગુજરાત રાજ્ય ઑલિમ્પિક એસોસિએશન (Gujarat State Olympic Association) અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે. ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલા 11માં ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ આ સમારોહમાં યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12મી માર્ચ, 2022ના રોજ 11માં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો હતો. ગ્રામ્ય, શાળા, તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભમાં રેકોર્ડ બ્રેક 55 લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વ્યક્તિગત ઉપરાંત ટીમ, શાળા, અને જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓને રૂપિયા 30 કરોડના ઈનામો એનાયત કરાયા છે. સફળતાપૂર્વક યોજાઈ ગયેલા 11માં ખેલ મહાકુંભના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કારની (Winners of Mahakumbha) રકમ એનાયત કરાશે. 11માં ખેલ મહાકુંભનું વિધિવત સમાપન યોજાશે.

આ પણ વાંચોનેશનલ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સંપૂર્ણપણે તૈયાર, 4 સપ્ટેમ્બરે યોજાશે વિશેષ કાર્યક્રમ

ગુજરાતના પેરા એથ્લેટ્સ રાષ્ટ્રનું ગૌરવ ગુજરાતના પેરા એથ્લેટ્સે (Para athletes of Gujarat) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના આવા ચાર પેરા એથ્લેટ્સનું પણ આ પ્રસંગે સન્માન કરાશે. સાથોસાથ તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરાશે. આઝાદીના અમૃત મહોત્સવના (Amrit Mohotsav of Azadi) વર્ષમાં ગુજરાતમાં યોજાઇ રહેલી 36મી નેશનલ ગેઈમ્સ માટે ગુજરાત અને ભારતમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉત્સુકતા છે. રાજ્ય સરકાર રાષ્ટ્રીય રમતોત્સવમાં ભારતભરના રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત પ્રેમીઓને આવકારવા આતુર છે. ભારતભરના રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત પ્રેમીઓને આવકારવા આતુર છે.

ABOUT THE AUTHOR

...view details