ગુજરાત

gujarat

ETV Bharat / city

Rathyatra 2021: અમદાવાદમાં અમિત શાહ ભગવાન જગન્નાથના દર્શને આવશે - amit shah

12મી જુલાઇ અષાઢી બીજનો દિવસ હરિભક્તો માટે ખૂબ જ મહત્વનો દિવસ રહેશે. ગત વર્ષે અષાઢી બીજના દિવસે પ્રથમ વખત જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી નહોતી. પરંતુ, આ વખતે રથયાત્રા( Rathyatra 2021)નીકળે તેવો દૃઢ નિર્ધાર કરાયો છે. ત્યારે અમિત શાહ ( Amit Shah )રથયાત્રા પહેલા જગન્નાથના દર્શને આવશે. તેમજ જગન્નાથ મંદિરે રથયાત્રાના દિવસે થતી મંગળા આરતીમાં ભાગ લેશે.

Rathyatra 2021
Rathyatra 2021

By

Published : Jun 30, 2021, 12:27 PM IST

Updated : Jun 30, 2021, 1:09 PM IST

  • અમદાવાદમાં રથયાત્રા 12 જુલાઈએ યોજાશે
  • અમિત શાહ રથયાત્રા (Rathyatra 2021) પહેલા જગન્નાથના દર્શને આવશે
  • હજુ સુધી રથયાત્રાને લઈને સરકારે નિર્ણય કર્યો નથી

અમદાવાદ:અષાઢી બીજ એટલે કે રથયાત્રાને નીકળવાને હવે બે અઠવાડિયા કરતાં પણ ઓછો સમય છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથ મંદિરમાં રથયાત્રાને લઈને તૈયારીઓ થઈ રહી છે. રથનું સમારકામ પણ ચાલી રહ્યું છે. જગન્નાથ મંદિર દ્વારા ગણતરીના આમંત્રિતોને રથયાત્રા (Rathyatra 2021) માં પધારવા આમંત્રણ પણ મોકલી આપવામાં આવ્યુ છે.

11-12 જુલાઈએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમદાવાદ આવશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ( Amit Shah ) રથયાત્રા પ્રસંગે આગામી 11 અને 12 જુલાઇ અમદાવાદમાં આવશે. તેમજ તેઓ બે દિવસ અહીં રોકાણ કરશે. રથયાત્રા પહેલાં તેઓ જગન્નાથના દર્શન કરશે અને જગન્નાથ મંદિરે રથયાત્રાના દિવસે થતી મંગળા આરતીમાં ભાગ લેશે.

આ પણ વાંચો:કોરોના સંકટને કારણે 15 જૂન સુધી પુરી જગન્નાથ મંદિર ભક્તો માટે બંધ રહેશે

ગયા વર્ષે પણ અમિત શાહે આરતી અને ગૌ-પૂજન કર્યું હતુ

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે કોરોનાને કારણે રથયાત્રા રદ્દ થઈ હતી. ત્યારબાદ અમિત શાહ સહપરિવાર જગન્નાથના દર્શને આવ્યા હતા. અહીં તેઓએ જગન્નાથની આરતીની સાથે ગૌ પૂજન પણ કર્યું હતું. ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી( PM Nrendra Modi ) એ મુખ્યપ્રધાન રથયાત્રામાં પહિંદ વિધિ કરે તેવી પ્રથા શરૂ કરી હતી. તે પ્રમાણે મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ આ વિધિમાં ઉપસ્થિત રહે છે.

આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિરની મુલાકાત લીધી

સરકાર હજુ અવઢવમાં

આશ્ચર્યજનક રીતે સરકારે હજી પણ રથયાત્રા કાઢવાના સંદર્ભે કોઈ નિર્ણય લીધો નથી અને હજુ દસ દિવસનો સમય માગ્યો છે. એટલે કે છેલ્લી ઘડીએ નિર્ણય લેવાય તેવી શક્યતાઓ રહેલી છે, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

Last Updated : Jun 30, 2021, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details