ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત

28 ઑગસ્ટે અમિત શાહ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આ પ્રવાસ દરમ્યાન તેઓ 3 દિવસ માટે ગુજરાતમાં રોકાશે અને પોતાના મત વિસ્તારમાં થયેલા વિકાસના કાર્યોની સમિક્ષા કરશે

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત

By

Published : Aug 26, 2021, 5:58 PM IST

  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવશે ગુજરાત
  • ત્રણ દિવસ રોકાશે ગુજરાતમાં
  • પોતાના મતક્ષેત્રની લેશે મુલાકાત

ન્યૂઝ ડેસ્ક:સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 28 ઓગસ્ટના રોજ ગુજરાત આવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, રક્ષાબંધનનો પર્વ તેમણે અમદાવાદમાં ઉજવ્યો હતો, ત્યાર બાદ તેઓ તુરંત દિલ્હી પરત ફર્યા હતા.

ગાંધીનગરમાં પોતાના મતક્ષેત્રના વિકાસ કાર્યોનું કરશે નિરીક્ષણ
અમિત શાહ પોતાના મતક્ષેત્ર ગાંધીનગર લોકસભાની મુલાકાત લેવા અમદાવાદ આવવાના છે. દર ત્રણ મહિને તેઓ સામાન્યતઃ પોતાના મતક્ષેત્રના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરતા હોય છે. તેઓ પોતાના મતક્ષેત્રની રૂબરૂ મુલાકાત લે તેવી પણ શક્યતા છે. આ દરમિયાન નવા વિકાસ કાર્યોની જાહેરાત અને લોકાર્પણની શકયતા પણ છે. તેઓ ભાજપના સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક યોજે તેવી પણ શક્યતા છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના ચૂંટણી ચાણક્ય હવે પોતાના હોમ ટાઉન ગુજરાતમાં સક્રિય થઈ રહ્યાં છે.

વડાપ્રધાન નહીં આવે ?
ચર્ચા વચ્ચે ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક 1 સપ્ટેમ્બરથી કેવડિયા ખાતે યોજાશે. તેમજ 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે કેવડીયા ખાતે આવવાના હતા. જોકે સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ હવે વડાપ્રધાન ગુજરાત નહીં આવે. પરંતુ કેન્દ્રીય ગૃહપ્રધાન તે પહેલાં ગુજરાત આવશે અને તેઓ જન્માષ્ટમી ઉજવીને દિલ્હી પરત ફરશે.

ABOUT THE AUTHOR

...view details