અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મોટાભાગના ધાર્મિક તહેવારો તેઓ પરિવાર સાથે ગુજરાતમાં જ મનાવવાનું પસંદ કરતાં હોય છે. અમિત શાહ ઉત્તરાયણનો તહેવાર પણ અમદાવાદમાં પરિવાર (Amit shah Uttarayan celebration) સાથે મનાવશે. તેઓ આજે ગુરૂવારે અમદાવાદ (Amit Shah In Ahmedabad) આવશે.
નહીં ઊડાડે પતંગ
દર વર્ષે કેન્દ્રીય ગૃહપ્રધાનઉત્તરાયણે અમદાવાદ આવતા હોય છે. તેઓ સૌપ્રથમ જગન્નાથ મંદિરે દર્શન (Amit Shah At Jagannath Temple Ahmedabad) અને ગૌપૂજન કર્યા બાદ નારણપુરા વિસ્તાર (Amit shah At Naranpura)માં પતંગ ઊડાડવા જતા હોય છે, પરંતુ થોડા સમય અગાઉ તેમના નજીકના સંબંધીનું નિધન થવાથી અને ગુજરાતમાં કોરોનાના કેસ (Corona Cases In Gujarat) અતિશય વધેલા હોવાથી તેમની પતંગ ઊડાડવાની શક્યતા નહિવત છે.