ગુજરાત

gujarat

ETV Bharat / city

Amit Shah In Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં કરી પૂજા - ગુજરાતમાં કોરોના કેસ

કેન્દ્રી ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ (Amit Shah In Ahmedabad)માં પરિવાર સાથે જગન્નાથ મંદિર (Amit Shah At Jagannath Temple)માં પૂજા કરી હતી. અમિત શાહે જગન્નાથનું પૂજન અને ગૌ પૂજન કર્યું હતું.

Amit Shah In Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં કરી પૂજા
Amit Shah In Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતશાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં કરી પૂજા

By

Published : Jan 14, 2022, 3:28 PM IST

અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે ઉત્તરાયણે અમદાવાદમાં (Amit Shah In Ahmedabad) છે. તેમણે પરિવાર સાથે પૂજા કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના નજીકના સંબંધીનું થોડા સમય અગાઉ નિધન થવાથી તેઓ આ વર્ષે ઉત્તરાયણ ઉજવાવાના નથી. જો કે તેમણે જગન્નાથ મંદિરમાં પૂજા કરી હતી. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ સવારે જગન્નાથ મંદિર આવ્યા હતા. તેમણે મંદિરમાં આરતી-પૂજન કર્યું હતું. તેના 2 કલાક બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન પણ જગન્નાથ મંદિર (Amit Shah At Jagannath Temple) પહોંચ્યા હતા. અમિત શાહે જગન્નાથનું પૂજન અને ગૌ પૂજન કર્યું હતું.

અમિત શાહે જગન્નાથનું પૂજન અને ગૌ પૂજન કર્યું હતું.

આવતીકાલે જઇ શકે રાજ્યપાલની મુલાકાતે

કેન્દ્રીય ગૃહ પ્રધાન આવતીકાલે પણ અમદાવાદમાં છે. તેઓ આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (Amit shah meeting with governor of Gujarat)ની શુભેચ્છા મુલાકાતે જઈ શકે છે. આવનારી વિધાનસભાની ચૂંટણીઓ(Gujarat assembly election 2022)ને લઇને ગુજરાતના અગ્રણી નેતૃત્વ સાથે પણ બેઠક કરી શકે છે.

આ પણ વાંચો:PM Modi Security Breach Inquiry: ગૃહ મંત્રાલયે બનાવી તપાસ સમિતિ

દર વર્ષે ઉત્તરાયણ પર અમદાવાદમાં આવતા હોય છે અમિત શાહ

અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે ઉત્તરાયણે અમદાવાદમાં.

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે કેન્દ્રીય ગૃહપ્રધાન ઉત્તરાયણે અમદાવાદ આવતા હોય છે. તેઓ સૌપ્રથમ જગન્નાથ મંદિરે દર્શન (Amit Shah At Jagannath Temple Ahmedabad) અને ગૌપૂજન કર્યા બાદ નારણપુરા વિસ્તાર (Amit shah At Naranpura)માં પતંગ ઊડાડવા જતા હોય છે, પરંતુ થોડા સમય અગાઉ તેમના નજીકના સંબંધીનું નિધન થવાથી અને ગુજરાતમાં કોરોનાના કેસ (Corona Cases In Gujarat) અતિશય વધેલા હોવાથી તેમણે ઉત્તરાયણની ઉજવણી કરી નહોતી.

આ પણ વાંચો:Amit Shah In Ahmedabad: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે આવશે ગુજરાત, પરિવાર સાથે ઉજવશે ઉત્તરાયણ

ABOUT THE AUTHOR

...view details