- 7 વર્ષના ગજરાજની કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી પૂજા
- અમિત શાહે ગજરાજની પૂજા વિધિ કરી
- આસામથી ગુજરાત લાવવામાં અમિત શાહે કરી હતી મદદ
અમદાવાદઃ આજે અષાઢી બીજ 144મી રથયાત્રા(Rathyatra) નિમિત્તે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ(Amit shah) ભગવાન જગન્નાથની મંગળા આરતીમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે રથયાત્રા(Rathyatra) માટે આવેલા ગજરાજની પણ પૂજા કરી હતી.
આસામથી ગુજરાતમાં ગજરાજને લાવવામાં અમિત શાહે જગન્નાથ મંદિરની કરી હતી મદદ આ પણ વાંચોઃઅમદાવાદમાં જગન્નાથ રથયાત્રા પહેલા મેઘો થયો મહેરબાન
ગજરાજને આસામથી ગુજરાતમાં લાવવામાં આવ્યો
રાજ્યકક્ષાના પ્રધાન પ્રદીપસિંહ જાડેજા(Pradipsinh Jadeja)એ જણાવ્યું હતું કે, ગજરાજની પૂજા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit shah)કરી હતી, ભૂતકાળની વાત કરતાં જાડેજાએ જણાવ્યું હતું કે, જ્યારે આસામથી ગુજરાતમાં બલરામ નામના ગજરાજને લાવવાનો હતો, ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે (Amit shah)જગન્નાથ મંદિરની મદદ કરી હતી અને તેમના થકી જ બલરામ નામના ગજરાજને આસામથી ગુજરાતમાં લાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની144 મી રથયાત્રા, કોટ વિસ્તરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
મંદિરમાં લોકપ્રિય ગજરાજ બલરામ
પ્રદિપસિંહ જાડેજા(Pradipsinh Jadeja)એ વધુમાં જણાવ્યું હતું કે, જગન્નાથ મંદિર પાસે અનેક ગજરાજો છે, પરંતુ સાત વર્ષનો બલરામનો ગજરાજ તે મંદિરનો સૌથી પ્રિય ગજરાજ હોવાનું નિવેદન પણ જાડેજાએ આપ્યું હતું. આમ આસામથી ગુજરાતમાં બલરામ નામના ગજરાજને અમિત શાહ(Amit shah)ની મદદથી લાવવામાં આવ્યો હતો, ત્યારે આજે મંગળા આરતી બાદ અમિત શાહે જ ગજરાજની પૂજા વિધિ કરી હતી.