ગુજરાત

gujarat

ETV Bharat / city

Amit Shah Gujarat Visit: સહકારી ક્ષેત્ર થકી ખેડૂતોની ઉપજમાં વેલ્યુ એડિશન કરો: અમિત શાહ - Amit Shah on Cooperative Sector

કેન્દ્રિય ગૃહ અને સહકારી પ્રધાન અમિત શાહે રવિવારે ગાંધીનગરમાં (Union Home Minister Amit Shah in Gandhinagar) આવેલા ગુજોમાસોલના નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન (GUJCOMASOL New Building Inauguration) કર્યું હતું. અહીં તેમની સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલ અને IFFCOના ચેરમેન દિલીપ સંઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.

Amit Shah Gujarat Visit: સહકારી ક્ષેત્ર થકી ખેડૂતોની ઉપજમાં વેલ્યુ એડિશન કરો: અમિત શાહ
Amit Shah Gujarat Visit: સહકારી ક્ષેત્ર થકી ખેડૂતોની ઉપજમાં વેલ્યુ એડિશન કરો: અમિત શાહ

By

Published : Apr 11, 2022, 11:33 AM IST

ગાંધીનગરઃ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ રવિવારે ગાંધીનગર (Amit Shah Gujarat Visit) પહોંચ્યા હતા. અહીં તેમણે ગુજોમાસોલના નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન (GUJCOMASOL New Building Inauguration) કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રે એક્સપોર્ટ માટે આપણે માર્કેટિંગ કરવું જોઈએ. માર્કેટિંગ સ્તરે કામ કરતી સહકારી મંડળીઓની આ માટે મદદ લેવી જોઈએ.

સહકાર થકી ખેડૂતોની આવક વધે : અમિત શાહ

સહકાર થકી ખેડૂતોની આવક વધે : અમિત શાહ -કેન્દ્રિય સહકારિતા પ્રધાન અમિત શાહે (Amit Shah on Cooperative Sector) જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રે એક્સપોર્ટ માટે આપણે માર્કેટિંગ કરવું જોઈએ. માર્કેટિંગ સ્તરે કામ કરતી સહકારી મંડળીઓની આ માટે મદદ લેવી જોઈએ. ઈફ્કોએ આ માટે ગુજકોમાસોલને મદદ કરવી જોઈએ. બંનેએ સંકલન કરીને કામ કરવું જોઈએ. 250 મેગા સ્ટોર્સ સ્થાપવાનું કામ ગુજકોમાસોલે કર્યું છે અને ગુજકોની બ્રાન્ડને લોકો સુધી પહોચાડવાનું કામ કર્યું છે. વર્ષ 1960માં ત્રિભોવનદાસ પટેલે ગુજકોમોસોલની સ્થાપના (GUJCOMASOL New Building Inauguration) કરી હતી. 22 ટકા ડિવિડન્ડ આપવાવાળી ગુજકોમાસોલ પહેલી સંસ્થા બની છે. જ્યારે અમૂલ 150 પ્રોડક્ટ દ્વારા 60,000 કરોડની ટર્નઓવર ધરાવતી કંપની બની છે.

ગુજકોમાસોલની નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન

આ પણ વાંચો-Amit Shah visit Gujarat : આદર્શ ગામ બનાવવું એ એક હાથે શક્ય નથી : અમિત શાહ

સહકારી ક્ષેત્રનું મોટુ યોગદાન -કેન્દ્રિય પ્રધાન અમિત શાહે (Amit Shah on Cooperative Sector) સૌને સંદેશો આપતા જણાવ્યું હતું કે, સહકારી ક્ષેત્રે જરા પણ લઘુતાગ્રંથી ન રાખવી જોઈએ. દેશમાં સહકારી ક્ષેત્રે ખુબ મોટું યોગદાન છે. કૃષિક્ષેત્રે 25 ટકા ધિરાણ, ખાતરમાં 35 ટકા ધિરાણ, ખાતરના ઉત્પાદનમાં 25 ટકા, ખાંડમાં 31 ટકા, ઘઉમાં 13 ટકા અને ચોખા તથા ધાન્યના 20 ટકા, માછીમારીના ક્ષેત્રે 21 ટકા જેટલો હિસ્સો સહકારી ક્ષેત્ર ધરાવે છે.

કેન્દ્રિય ગૃહપ્રધાને ગુજોમાસોલના નવનિર્મિત બિલ્ડિંગનું ઉદ્ઘાટન

આ પણ વાંચો-ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા નડાબેટમાં સિમાદર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, જાણો તેમની ખાસ વિશેષતા

કોમ્પ્યૂટરાઈઝેશનથી સહકારી ક્ષેત્રે અનેક ફાયદો -કેન્દ્રિય પ્રધાને ઉમેર્યું હતું કે, કૃષિ ધિરાણ, કો-ઓપરેટિવ સેક્ટર (Amit Shah on Cooperative Sector ), ખાંડ ઉત્પાદન, દૂધ ઉત્પાદન, ઘઉં, ચોખા - ધાન્ય અને માછીમારી જેવા ક્ષેત્રોમાં સહકારી ક્ષેત્રનું ખૂબ મોટું યોગદાન છે. સહકારી મંત્રાલય દ્વારા સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા અને ગ્રામીણ લોકોના ઉત્થાન માટે અનેકવિધ ગતિવિધિઓ ઉમેરવામાં આવી છે. દેશની દરેક સહકારી મંડળીઓમાં સ્વભાષામાં કમ્પ્યૂટરાઈઝેશનના માધ્યમથી એક ખૂબ મોટું પરિવર્તન થશે. આ માટે 600 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details