ગુજરાત

gujarat

ETV Bharat / city

નવરાત્રિના આયોજનની અસમંજસ વચ્ચે ખેલૈયાઓએ તૈયાર કર્યા ટ્રેડિશનલ માસ્ક

સમય સમયનું કામ કરતો રહે છે એવું વહેવારમાં કહેવામાં આવતું હોય છે તેનો સાક્ષાત્કાર કોરોના વૈશ્વિક મહામારીના સમયમાં સૌને થઇ રહ્યો છે. આ વર્ષે કોરોના લૉકડાઉનથી લઇને હાલના સમય સુધી અનેક વારતહેવાર કોઇ ઉજવણી વિના જતાં રહ્યાં છે. આગામી દિવસોમાં ગુજરાતની વૈશ્વિક સાંસ્કૃતિક છબિ મનાતાં નવરાત્રિના દિવસો આવી રહ્યાં છે પરંતુ નવરાત્રિ આયોજન થશે કે નહીં તે અનિશ્ચિત હોવા છતાં ખેલૈયાઓએ તો પોતાની તૈયારીઓ શરુ કરી દીધી છે. તે આ માસ્કને જોઇને નક્કી કહી શકાય.

નવરાત્રિની અસમંજસની વચ્ચે ખેલૈયાઓએ તૈયાર કર્યા ટ્રેડિશનલ માસ્ક
નવરાત્રિની અસમંજસની વચ્ચે ખેલૈયાઓએ તૈયાર કર્યા ટ્રેડિશનલ માસ્ક

By

Published : Sep 14, 2020, 2:13 PM IST

અમદાવાદઃ કોરોના વાયરસ મહામારી વચ્ચે આ વર્ષે નવરાત્રી ઉજવાશે કે નહીં, તે સૌથી મોટો પ્રશ્ન છે. 17 ઓક્ટોબરથી શરૂ થનારી નવરાત્રિના આયોજન માટે ગુજરાત સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. તેમ છતાં ખેલૈયાઓમાં નવરાત્રિનો ઉત્સાહ બરકરાર છે. આ વર્ષે કોરોના મહામારીને લીધે ટ્રેડિશનલ માસ્ક અને સેનિટાઈઝર ખાસ કરીને નવરાત્રિમાં પહેરવા માટે તૈયાર કરાયાં છે જેમાં એક બાજુ ટ્રેડિશનલ ભરતકામ અને બીજીબાજુ નરેન્દ્ર મોદીના ફોટો સાથે માસ્કમાં સેનિટાઇઝર પ્રિન્ટ લગાવવામાં આવી છે.

નવરાત્રિની અસમંજસની વચ્ચે ખેલૈયાઓએ તૈયાર કર્યા ટ્રેડિશનલ માસ્ક
ગુજરાતની ઓળખ નવરાત્રિના ગરબા આયોજનને લઈને ગુજરાત સરકારે હજી પોતાનો નિર્ણય જાહેર નથી કર્યો. ત્યારે એ પહેલા જ ગુજરાતના મોટાભાગના આયોજકો ગરબા ન યોજવાનો નિર્ણય લઈ રહ્યાં છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટના મોટા ગરબા આયોજકોએ ગરબા યોજવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. કોરોનાના કેસોની વધતી સંખ્યાની તથા ગરબામાં લોકોની ભીડ થવાની ભીતિને કારણે આયોજકો ગરબાનું રિસ્ક લેવા માગતાં નથી. મોટા ગરબા આયોજનો, જેમાં 5થી 8 હજાર ખેલૈયાઓ હોય ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી. માસ્ક સાથે ગરબા રમાડવામાં આવે તો પણ મેડિકલ સાયન્સ મુજબ યોગ્ય નથી. આયોજકોના મત મુજબ સૌપ્રથમ પબ્લિક સેફ્ટી છે. ગ્રાઉન્ડમાં 8 હજાર લોકો હોય છે, આટલી સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ગરબા થઈ શકે નહીં. ત્યારે આયોજકો ગુજરાતમાં ગરબા આયોજન કરવાની ના પાડી ચૂક્યાં છે. તેમ છતાં ખેલૈયાઓએ તો ગરબા રમવાની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે અને બજારમાં ટ્રેડિશનલ માસ્ક પણ મળવા લાગ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details