'કેમ છો ટ્રમ્પ': મોદી-ટ્રમ્પના રોડ-શો માટે 4 કરોડના ખર્ચે ગ્રીન સ્પેસ તૈયાર
વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે, અમદાવાદના મોટેરા ક્રિકેટ સ્ટેડિયમના ઉદઘાટન માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી અમદાવાદના મહેમાન બનવાના છે, ત્યારે તેમના રોડ-શો રૂટ પર 1 લાખ જેટલા છોડ અને વૃક્ષો વાવી ગ્રીન સ્પેસ વિકસાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ-ગાંધી આશ્રમથી મોટેરા સુધીના લગભગ 30 કિલોમીટરના માર્ગ પર છોડ વાવી ગ્રીન સ્પેસ વિકસાઈ રહ્યું છે.
મોદી-ટ્રમ્પના રોડ-શો માટે 4 કરોડના ખર્ચે ગ્રીન સ્પેસ તૈયાર
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 30 કિલોમીટર લાંબા રોડ શો રૂટ પર અલગ-અલગ પ્રકારના આશરે 1 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવશે. લગભગ 4 કરોડ રૂપિયાના ખર્ચે ગ્રીન સ્પેસ તૈયાર કરવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં મોદી અને ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીના રોજ જ્યારે ગાંધી આશ્રમ અને મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેશે, ત્યારે માર્ગ પર ધૂળ કે, પથ્થર ન દેખાય તેના માટે કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા રોડની સફાઈ કામગીરી અને ડ્રેનેજ સિસ્ટમ પર કામ કરવામાં આવી રહ્યું છે.