ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ સિવિલ હોસ્પિટલે લીધો મહત્વનો નિર્ણય, તમાકુનું સેવન કરનારને દંડાશે - Etv Bharat

અમદાવાદ: આજે 'એન્ટી ટોબેકો ડે' છે, જે નિમિતે લોકોમાં તમાકુનું વ્યસન ના કરવા જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમ યોજાયા હતા. જે પૈકી સિવિલ હોસ્પિટલમાં પણ રેલી યોજાઈ હતી. આજના દિવસે સિવિલ હોસ્પિટલ દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તમાકુનું સેવન કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ:

By

Published : May 31, 2019, 5:32 PM IST

જાહેરમાં ધ્રુમપાન કે તમાકુના સેવન કરનારા સામે કાર્યવાહી કરવાનો કાયદો કેટલાય સમયથી અમલમાં છે. પોલીસ દ્વારા તેનું પાલન પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શૈક્ષણિક કે હોસ્પિટલની બહાર તમાકુનું વેચાણ કરવું પણ ગુનો બને છે ત્યારે આજે 'એન્ટી ટોબેકો ડે' નિમિતે સિવિલ હોસ્પિટલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં તમાકુનું સેવન અને વેચાણ કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ દંડની રકમ ગરીબ દર્દીઓને ઈલાજ માટે ઉપયોગમાં લેવામાં આવશે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તમાકુનું સેવન કરનારને પણ હબે દંડવામાં આવશે..

ABOUT THE AUTHOR

...view details