ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની એમ.જે. લાઇબ્રેરીમાં ફી વધારો, વિદ્યાર્થીઓએ કર્યો વિરોધ - Fees

અમદાવાદ: શહેરના એલિસબ્રિજ ખાતે આવેલી એમ. જે. લાઇબ્રેરીમાં ફી વધારાને લઈને વાંચવા આવતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. એમ. જે .લાઇબ્રેરીમાં અગાઉ 200 રૂપિયા ફી હતી. જે હવે વધીને 1000 રૂપિયા કરી દેવામાં આવી છે. જેને પગલે વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો.

વિદ્યાર્થીઓનો વિરોધ

By

Published : Apr 1, 2019, 11:15 PM IST

અમદાવાદની ખ્યાતનામ અને જુની અને જાણીતી એવી એમ.જે. લાયબ્રેરીમાં વાંચવા આવતા વિદ્યાર્થીઓએ ફી વધારાને લઇને વિરોધ કર્યો હતો. તો આ મામલે જયેશ મકવાણા નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, પહેલા 200 રૂપિયાની ફી હતી. જે વધારીને 1000 કરવામાં આવી છે. એટલે કે. 500 ટકા ફીનો વધારો કરવામાં આવ્યો છે. જેના વિરોધમાં વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યાં છે.આ વિરોધમાં વિદ્યાર્થીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે નવનિર્માણ આંદોલન ફરીથી શરૂ થશે. જેમા વિદ્યાર્થીઓ સરકારને તેમની તાકાત બતાવશે. તે ઉપરાંત ફી વધારો પાછો નહીં ખેંચાય તો, આવનારી ચૂંટણીનો પણ વિદ્યાર્થીઓ બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

વિદ્યાર્થીઓનો વિરોધ

આ સંદર્ભે એમ .જે. લાઇબ્રેરીના ગ્રંથાલય બીપીન મોદીએ જણાવ્યું હતું કે, 3 માસની 300 રૂપિયા 6 માસની 600 રૂપિયા અને એક વર્ષની 1000 રૂપિયા ફી લેવામાં આવી રહી છે. 200ની કેપેસીટી હોવા છતાં 18000થી વધારે વિદ્યાર્થીઓ વાંચવા માટે આવતા હતા. આથી ફી વધારાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે લાઇબ્રેરીમાંજગ્યા કરતાં વધારે લોકો વાંચવા માટે આવે. તેના નિયંત્રણ થાય ફી વધારો કરવામાં આવ્યો છે. શહેરની 54 લાઇબ્રેરી પૈકી માત્ર એમ.જે. લાયબ્રેરીમાં ફી લેવામાં આવે છે. બાકીની તમામ લાઇબ્રેરીઓમાં વિદ્યાર્થીઓ પાસેથી કોઇપણ જાતની ફી વસૂલવામાં આવતી નથી. વિદ્યાર્થીઓ વિરોધ ન કરે અને અન્ય લાઇબ્રેરીનો પણ ઉપયોગ કરી શકે છે. આજે ફી વધારાની સાથે 300 વિદ્યાર્થીઓ ફી ભરી પણ દીધી જેનો કોઈ વિરોધ પણ કર્યો નથી.

ABOUT THE AUTHOR

...view details