અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યાં છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 405 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 30થી લોકોના મોત પણ થયા છે. આ સાથે જ 224 દર્દીને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. સોમવારે અમદાવાદમાં 310 પોઝિટિવ કેસ નોંધાયા છે.
લો બોલો..! અમદાવાદમાં કોરોના બેકાબૂ, ત્યાં કોર્પોરેશન કેરી વેચાવશે - અમદાવાદ ન્યૂઝ
અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 310 પોઝિટિવ કેસ નોંધાયા છે, તેમજ શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો જાય છે. એવામાં કોર્પોરેશને કેરી વેચાણ કાર્યક્રમ યોજ્યો છે.

કોરોના પોઝિટિવ કેસ ધરાવતા અમદાવાદમાં સોમવારે 310 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 25 લોકોના મોત પણ થયા છે. અમદાવાદમાં કોરોના વકરી રહ્યો છે તેની સામે છૂટછાટ પણ વધારી દેવામાં આવી છે. તે સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 14,468 પર પહોંચી ગઈ છે અને રાજ્યમાં કુલ મોતની સંખ્યા 888 થઈ ગઈ છે.
જોકે, રાજ્યમાં કુલ સ્વસ્થ દર્દીની સંખ્યા 6636 છે. જેની સામે કાલથી કેરીનું વેચાણ કરવાનું કોર્પોરેશનને આયોજન કર્યું છે. આવતી કાલથી એટલે કે 15 દિવસ સુધી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તો જેટલા ખેડૂતો દ્વારા કેરીનું વેચાણ થશે. તેમજ બીજલ પટેલ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સવારે આઠથી ચાર વાગ્યા સુધી આ કેરીનું વેચાણ ચાલુ રહેશે. કોર્પોરેશન આમ તો લોકડાઉનનું પાલન કરવાની લોકોને સલાહ આપે છે, ત્યારે કેરી વેચાણનો આ સત્તાવાર કાર્યક્રમ પણ જાહેર કર્યો છે, જેમાં જાહેર જનતા પણ મોટા પ્રમાણમાં આવશે.