- અમદાવાદ શહેરમાં Sabarmati Riverમાં માછલીઓના મોત થતાં તંત્ર બન્યું સતર્ક
- મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં જીવદયાપ્રેમીઓમાં નારાજગી જોવા મળી
- કેમિકલયુક્ત પાણી અથવા તો ગંદકીના કારણે માછલીઓના મોત થયાંની આશંકા
અમદાવાદઃ અમદાવાદમાં સાબરમતી નદીના ( Sabarmati River ) કિનારે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ રિવરફ્રન્ટમાં ( Riverfront ) રોજ વહેલી સવારે વોક કરવા માટે આવતાં હોય છે. ત્યારે આજે વહેલી સવારે જ મોર્નિંગ વોક માટે આવેલા અમદાવાદના નાગરિકોને રિવરફ્રન્ટ ( Sabarmati Riverfront ) પર દુર્ગંધનો અનુભવ થતાં તેઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે સાબરમતી નદીના છેડા પર મોટી સંખ્યામાં માછલીઓ મરી ગઈ છે. જેના કારણે મોર્નિંગ વોક કરવા આવેલા લોકોમાં તંત્ર પ્રત્યે નારાજગી જોવા મળી હતી.
શું કારણ માછલીઓના મોત પાછળ?
મોટી સંખ્યામાં મૃત થયેલી માછલીઓની પાછળ પ્રાથમિક તારણ અમદાવાદ શહેરની આસપાસની કેમિકલયુક્ત ફેક્ટરીઓમાંથી સાબરમતી નદીમાં ( Sabarmati River ) છોડવામાં આવતું કેમિકલયુક્ત પાણી ( Water Contamination ) અથવા તો મોટી માત્રામાં ગંદકી એકઠી થવાના કારણે માછલીઓના મૃત્યુ થયાં હોઈ શકે છે. ત્યારે સવાલ એક પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે સાબરમતી નદીની જાળવણી પાછળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકાર કરોડો રૂપિયા ફાળવતી હોય છે, ત્યારે અચાનક જ માછલીઓના મૃત્યુ થતાં અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યાં છે.
જીવદયાપ્રેમીઓમાં જોવા મળી નારાજગી
અમદાવાદમાં સાબરમતી નદીમાં ( Sabarmati River ) માછલીઓના મરવાના સમાચાર વહેતાં થતાં જ જીવદયાપ્રેમીઓમાં નારાજગી જોવા મળી છે જીવદયા પ્રેમીઓએ જણાવ્યું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાબરમતી નદીની સ્વચ્છતાને લઈને અનેક વખત આંખ આડા કાન કરી રહ્યું છે. ઘોડા વછૂટ્યાં બાદ તબેલાને તાળાં મારવાનું કામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( AMC ) કરી રહ્યું છે. કોઈ નાની મોટી ઘટના સર્જાય ત્યારે આસપાસની કેમિકલ ફેક્ટરીઓને સાબરમતી નદીમાં પાણી ન છોડવા માટે થઈને નોટિસ પાઠવવામાં આવતી હોય છે. જોકે કોઇ નક્કર કાર્યવાહી ન થવાને કારણે કેમિકલયુક્ત ફેક્ટરીઓ ધરાવનાર બેફામ બની જતા હોય છે. ત્યારે હવે મોટી સંખ્યામાં માછલીઓના મોત થતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( AMC ) કાગળ પર કાર્યવાહી કરીને માત્ર દાવો કરશે. પરંતુ કોઈ નક્કર કાર્યવાહી કરતી નથી તેવો જીવદયા પ્રેમીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.
સાબરમતી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયા વેડફાયાં છે. ભાજપ શાસકોના દાવા ખોટા સાબિત થઈ રહ્યાં છે. સાબરમતી નદી કાંકરિયા અને ચંડોળા તળાવમાંથી કોરોના વાયરસ પણ મળ્યાં છે. આ અહેવાલથી એક બાબત ખૂબ જ સ્પષ્ટ થઈ છે કે સાબરમતી નદીમાં ( Sabarmati River ) ગટરના પાણી ઠલવાય છે. સાબરમતી નદીમાં પ્રદૂષિત અને કેમિકલયુક્ત પાણી ( Water Contamination ) ઠાલવવાના મુદ્દે ભાજપની ગુનાહિત બેદરકારી જોવા મળી રહી છે. નિષ્ફળ રહેલા શાસકો સામે કાર્યવાહી કરવાની પણ માગ હાલ ઉઠી રહી છે. એપેડેમિક એક્ટ હેઠળ શાસકો સામે ગુનો નોંધવા માટે જીવદયાપ્રેમીઓ માગ કરી રહ્યાં છે
આ પણ વાંચોઃ ભારે ધાતુઓથી દૂષિત થયેલુ ઝેરી પાણી !
થોડા સમય પહેલાં જ સાબરમતી નદીનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું
અમદાવાદ શહેરમાં આવેલી સાબરમતી નદીનું ( Sabarmati River ) થોડાક સમય અગાઉ જ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન નાયબ મુખ્યપ્રધાન ગુજરાત રાજ્યના ગૃહવિભાગના ગૃહ રાજ્યપ્રધાન અને અન્ય નેતાગણ દ્વારા સાબરમતી નદી શુદ્ધિકરણ અને વૃક્ષારોપણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ મહાયજ્ઞનો આરંભ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરાવવામાં આવ્યો હતો. 5 જૂન 2019 વિશ્વ પર્યાવરણ દિવસે સાબરમતીને સ્વચ્છતા કરવાનું અભિયાન ( Sabarmati River ) શરૂ કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં 10,000 કરતાં પણ વધુ લોકો જોડાય તેવી શક્યતા જોવા મળતી હતી. ત્યારે શું વડાપ્રધાનના ગંગા શુદ્ધિકરણ પ્રોજેકટની માફક રૂપાણી પણ સાબરમતી શુદ્ધિકરણ પ્રોજેકટ પાર પાડી શકશે તેવા અનેક સવાલો ઉપસ્થિત થયાં હતાં. જોકે તે દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગાંધીજીની કર્મભૂમિ અમદાવાદની સાબરમતી નદીનું શુદ્ધિકરણ પાંચ દિવસ સુધી ચાલશે. તમામ પાસાંઓને આવરી લઈને ઉપાડેલું આ અભિયાન પ્રશંસનીય પણ ઠર્યું હતું. જોકે સાબરમતી નદીમાંથી કોરોના વાયરસ મળવા, ગંદકી અને કેમિકલયુક્ત પાણી જોવા મળવું અને માછલીઓના મોત થવા અનેક શંકાઓ ઉપસ્થિત કરી રહી છે.