ગુજરાત

gujarat

ETV Bharat / city

AMC's affidavit in the High Court : વર્ષ 2018થી ઓક્ટોબર 2021 સુધી કુલ 523.415 કિલોમીટર રોડ બનાવ્યાં - Road Resurface in Ahmedabad

બિસ્માર રોડ મામલે હાઇકોર્ટે કરેલા આદેશનું પાલન ન કરતાં તિરસ્કારની અરજી મુદ્દે (Application of contempt) અમદાવાદ મહાનગરપાલિકાએ હાઈકોર્ટમાં એફિડેવિટ (Affidavit in Gujarat High Court) રજૂ કર્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાએ (AMC) સોગંદનામામાં વર્ષ 2018થી ઓક્ટોબર 2021 સુધી કુલ 523.415 કિલોમીટર રોડ બનાવ્યા અને રિસરફેસ કરાયા (Road Resurface in Ahmedabad) હોવાનો દાવો કર્યો છે. આ સાથે ભીમજીપુરાથી ચાંદલોડીયા રોડ ઓવરબ્રિજ બનાવવાને લઇને પણ આયોજન કરાયું હોવા અંગે સોગંદનામામાં રજૂઆત કરાઇ હતી.

AMC's affidavit in the High Court : વર્ષ 2018થી ઓક્ટોબર 2021 સુધી કુલ 523.415 કિલોમીટર રોડ બનાવ્યાં
AMC's affidavit in the High Court : વર્ષ 2018થી ઓક્ટોબર 2021 સુધી કુલ 523.415 કિલોમીટર રોડ બનાવ્યાં

By

Published : Dec 15, 2021, 7:03 PM IST

  • બિસ્માર રોડ મામલે હાઈકોર્ટના આદેશ છતાં પાલન ન થતા કોર્ટમાં તિરસ્કાર બદલ સુનાવણી
  • દિલ્હીની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બનાવેલા રિપોર્ટ મુજબ મનપાએ કરેલી કામગીરીનો સોગંદનામામાં ઉલ્લેખ
  • અમદાવાદ મહાનગરપાલિકાએ હાઈકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું
  • તિરસ્કારની અરજી સામે મનપાયે સોગંદનામું રજૂ કર્યું હતું

અમદાવાદઃ આજે ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદના બિસ્માર રોડ મામલે અગાઉ પોતે કરેલા આદેશનું પાલન ન (Application of contempt) થતાં તિરસ્કારની અરજી સામે મનપાયે સોગંદનામું (Affidavit in Gujarat High Court) રજૂ કર્યું હતું. મહત્વનું છે કે દિલ્હીની સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ દ્વારા બનાવેલા રિપોર્ટ (કોમ્પ્રીહેન્સીવ મોબિલીટી પ્લાન ફોર અમદાવાદ) માં અમદાવાદના ટ્રાફિક માટે જવાબદાર કુલ 31 જેટલા સુધારા (Road Resurface in Ahmedabad) ઉપર ચર્ચા કરવામાં આવી છે. આ મુદ્દે આજ દિન સુધી કયા પગલાં લેવામાં આવ્યા છે તે અંગે AMC દ્વારા સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી હતી.

11 સુધારાઓ ઉપર અમલીકરણ કરવામાં આવી રહ્યા હોવાનો મનપાનો દાવો

AMC સોગંદનામામાં રજૂઆત કરવામાં આવી હતી કે કુલ 31 સુધારાઓમાંથી 19 સુધારાઓ અમદાવાદ મહાનગરપાલિકાના હસ્તકમાં આવે છે જેમાંથી 8 સુધારાઓ ઈમપ્રેક્ટીકલ અથવા નોટ ફિઝિબલ છે. જ્યારે 11 સુધારાઓ ઉપર અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ સુધારાઓમાં શહેરના અલગ-અલગ રસ્તાઓ ઉપર ટ્રાફિકના સમાધાન માટે અંડરપાસ બનાવવા, રોડ પહોળા કરવા, એક્ઝિટ પોઈન્ટ બનાવવા વગેરે જેવા સુધારાઓ સૂચવવામાં (Affidavit in Gujarat High Court) આવ્યા છે.

ફેબ્રુઆરી 2022 સુધીમાં નરોડા રેલવે ક્રોસિંગ ઉપર ફ્લાયઓવરની કામગીરી પૂર્ણ કરવાનો મનપાનો દાવો

રિપોર્ટમાં ઇસનપુર સર્કલથી જશોદાનગર સુધી અંડરપાસ બનાવવા પણ સૂચન કરવામાં આવ્યું છે જેની સામે મનપાએ સોગંદનામામાં (Affidavit in Gujarat High Court) ઉલ્લેખ કર્યો હતો કે ઇસનપુર તરફથી કેડિલાબ્રિજ સુધી જશોદાનગર તરફના રોડ પર ઘોડાસર સર્કલ પર સ્પ્લિટફ્લાય ઓવર બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેની કામગીરી હાલ પ્રગતિમાં છે. આ સાથે રિપોર્ટમાં નરોડા રેલવે ક્રોસિંગ ઉપર બ્રિજ બનાવવા પણ સૂચન કરવામાં આવ્યું હતું. AMC એ સોગંદનામામાં ફેબ્રુઆરી 2022 સુધીમાં નરોડા રેલવે ક્રોસિંગ ઉપર ફ્લાયઓવરની કામગીરી પૂર્ણ (Road Resurface in Ahmedabad) થઇ જશે તેવો દાવો કર્યો હતો.

આ પણ વાંચોઃ Contempt Of Court Hearing: હાઈકોર્ટે AMCને લગાવી ફટકાર, પૂછ્યું- જરા પણ એવું નથી થતું કે આપણે કેવા રોડ રાખીએ છીએ?

આ પણ વાંચોઃ Dam Safety Bill 2019: રોડ સેફ્ટિ બિલ પર રાજ્યસભાએ મારી મહોર, 40 વર્ષ બાદ કાયદો બનાવવાનો રસ્તો મોકળો

ABOUT THE AUTHOR

...view details