- GMDC ગ્રાઉન્ડ ખાતે શરૂ કરાઇ ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ
- મનપા અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના PPP મોડેલથી શરુ કરાઈ પહેલ
- લોકો પોતાની ગાડીમાંથી નીચે ઉતર્યા વિના જ કરાવી શકશે ટેસ્ટિંગ
અમદાવાદ:ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના ડિરેક્ટર ડૉ. સંદિપ શાહે ETV ભારતને જણાવ્યું હતું કે, તમામ માહિતી એકઠી કરીને ICMR અને મનપાને આ માહિતી મોકલવામાં આવી રહી છે. સમય જતા જો સેન્ટરની વધું જરુર પડશે તો પણ ઉભા કરવામાં આવશે. તેમજ, અમારી પ્રાયોરિટી સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય એ માટેની છે. આ પહેલ ભારતની સૌપ્રથમ પહેલ છે કે, જ્યાં આધુનિક રીતે આવી કોઇ પહેલની શરૂઆત કરવામાં આવી છે. ગાડીમાં બેસીને જ ટેસ્ટિંગ કરાવવાનું હોવાથી કોરોના સંક્રમણની શક્યતાને ધણા અંશે રોકી શકાશે. વળી તમામ માહિતી, ડીજીટલી સ્ટોર થતી હોવાને કારણે કામગીરી ખુબ જ ઝડપથી થઇ રહી છે. ટેસ્ટિંગ થયાના 24 કલાકથી 36 કલાકમાં રીઝલ્ટ વોટ્સએપ, SMS અથવા EMAILથી મળી શકશે.
આ પણ વાંચો:એશિયાની સૌથી મોટી અમદાવાદની સિવિલ હોસ્પિટલની બહાર 108ની લાંબી લાઇનો લાગી
આ રીતે કરાવી શકાશે ટેસ્ટિંગ