ગુજરાત

gujarat

ETV Bharat / city

હોસ્પિટલ અસ્તિત્વ ધરાવે છે શા માટે તોડવા માંગો છો : ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ VS હોસ્પિટલના નવ બ્લોકને તોડી (VS Hospital demolition case) પાડવાના માટે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેને લઈને ગુજરાત હાઈકોર્ટ AMCને અનેક સવાલો કર્યા હતા. VS Hospital demolition case heard in HC

હોસ્પિટલ અસ્તિત્વ ધરાવે છે શા માટે તોડવા માંગો છો : ગુજરાત હાઈકોર્ટ
હોસ્પિટલ અસ્તિત્વ ધરાવે છે શા માટે તોડવા માંગો છો : ગુજરાત હાઈકોર્ટ

By

Published : Sep 12, 2022, 9:14 AM IST

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂન માસમાં અમદાવાદની જાણીતી VS હોસ્પિટલના નવ બ્લોકને તોડી પાડવાના માટે જે ટેન્ડર પ્રક્રિયામાં (VS Hospital demolition case) નિર્ણય લેવાયો હતો. તે નિર્ણયને પડકારતી જાહેર હિતની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેને લઇને ગઈકાલે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે અરજદારના વકીલની રજૂઆત હતી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે. જે છેલ્લા બે ત્રણ વર્ષથી AMC દ્વારા હોસ્પિટલને તોડવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

દર્દીઓને હાલાકીનો સામનો આ સાથે વકિલે એ પણ રજૂઆત કરી હતી કે, ધીરે ધીરે VS હોસ્પિટલમાં આરોગ્ય સંબંધિત સુવિધાઓ પણ બંધ કરવામાં આવી રહી છે. જેના લીધે ગરીબ દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને લઈને ગરીબ દર્દીઓ હેરાનગતિ પણ ભોગવી રહ્યા છે. AMC તેની જવાબદારીમાંથી આવી રીતે હાથ ઊંચા ન કરી શકે. જેથી VS હોસ્પિટલને તોડી પાડવાની કામગીરી પર રોક લગાવો. (ahmedabad vs hospital controversy case)

AMC દ્વારા ત્રણ હોસ્પિટલનું સંચાલન અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદમાં 80 લાખ આસપાસ વસ્તી છે. જેમાં AMC દ્વારા મુખ્યત્વે ત્રણ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે. VS હોસ્પિટલ, LG હોસ્પિટલ,અને શારદાબહેન હોસ્પિટલનો સમાવેશ થાય છે. તો બીજી તરફ AMCના વકીલની (AMC regarding VS Hospital) રજૂઆત હતી કે, VS હોસ્પિટલની હાલત ખૂબ ખરાબ છે અને ઘણા સમયથી આ બાબતો પર ચર્ચા વિચારણા થઈ રહી હતી. તેથી સમગ્ર તંત્રની વાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેથી VS હોસ્પિટલને તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે. (AMC VS Hospital demolition case)

હાઇકોર્ટના સવાલો સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટ દ્વારા AMCને સવાલ કર્યો હતો કે, હાલ આ હોસ્પિટલ અસ્તિત્વ ધરાવે છે અને તેને તોડવા માંગો છો તે તેની પાછળનું કારણ શું છે? સાથે જ આટલી મોટી VS હોસ્પિટલને તોડીને તમે શું કરવા માંગો છો? હાઇકોર્ટે AMCના વકીલને એ પણ પ્રશ્ન પૂછ્યો હતો કે, આ બાબતે AMC કમિશનર ક્યાં છે શું તેઓ કોર્ટમાં આવેલા છે ખરા? આ સાથે હાઇકોર્ટે AMCના વકીલને નિર્દેશ આપ્યો છે કે, આ અંગે AMCના સત્તા પાસેથી માહિતી મેળવીને જાણ કરો અને રીપોર્ટ રજૂ કરો. હાઇકોર્ટ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, શું AMC એવી બાંહેધરી આપશે કે એક સપ્તાહ સુધી VS હોસ્પિટલ તોડશે નહીં, તો અમે AMC કહે તે મુદત આપીએ. નહીંતર આ અરજીની સુનાવણી હવે આગળ હાથ ધરવામાં આવશે. VS Hospital demolition case heard in HC, Gujarat High Court vs Hospital

ABOUT THE AUTHOR

...view details