અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આગામી 31 ડિસેમ્બર સુધીમાં 100 ટકા લક્ષ્યાંક મેળવવા તંત્ર થોડુંક રઘવાયું જો બન્યું છે તો તેની પાછળનું મુખ્ય કારણ ઓમિક્રોન (omicron in gujarat) જ છે. અમદાવાદ મહાનગરપાલિકા વધુને વધુ લોકો વેક્સિન (vaccination in ahmedabad) લઈ લે તે માટે નવી સ્કીમ લાવી હતી, જેમાં કોરોના વેક્સિન લેનારા લકી ડ્રો વિજેતાને આઇફોન આપ્યો છે. અગાઉ મનપા દ્વારા સ્માર્ટ ફોન અને ઓઇલ પાઉચનું વિતરણ કરાયું હતું, ત્યારે વધુ એક સ્કીમ (AMC Vaccination Scheme)માં ડ્રો કરતા બહેરામપુરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા વ્યક્તિને આઈફોન ગિફ્ટમાં મળ્યો હતો.
વેક્સિનનો બીજો ડોઝ લેવામાં લોકોની આળસ
કોરોનાની બીજી લહેર (corona second wave in gujarat) બાદ ગુજરાત સરકાર દ્વારા 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે તબક્કાવાર વેક્સિનેશન (vaccination in gujarat)ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પરંતુ નવા વેરિયન્ટ ઓમિક્રોને સરકારની ઊંઘ હરામ કરી દીધી છે. ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદમાં પણ લોકો કોરોનાની રસી લે તે માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જો કે પ્રથમ ડોઝ (corona vaccine first dose gujarat) તો મોટે ભાગે તમામ લોકોએ લઈ લીધો છે, પરંતુ કેટલાક લોકોએ બીજો ડોઝ લેવા (corona vaccine second dose gujarat) માટે હજુ પણ આળસ કરી છે જે ચિંતાનો વિષય જરૂરથી છે. તેને લઈ AMC દ્વારા બીજો ડોઝ લેનારા માટે રસપ્રદ ઓફર આપવામાં આવી હતી.
આરોગ્ય વિભાગે લકી ડ્રો કર્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિનના બીજા ડોઝના રસીકરણને વેગ મળે તે માટે હવે આઈફોન જીતાડવાની યોજના બનાવવામાં આવી છે. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે (health department amc) લકી ડ્રો કર્યો, જેમાં બહેરામપુરાના અહેમદ કસાઈની ચાલીમાં રહેતા અને APMCમાં મજૂરી કામ કરતા કિશનભાઈ મફાભાઈ મકવાણાએ રેફરલ હોસ્પિટલમાં કોરોનાની બન્ને વેક્સિનના ડોઝ લીધા હતા. કોર્પોરેશન દ્વારા ડ્રો કરવામાં આવતા તેઓનું નામ ખૂલ્યું હતુ અને 70 હજારનો આઈફોન લાગ્યો હતો, જેને લઈ મજૂરી કામ કરતા પરિવારમાં ખુશી છવાઈ ગઈ છે.
AMCની ઓફર