ગુજરાત

gujarat

ETV Bharat / city

AMC દિવ્યાંગ અને 50 વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા આપશે Corona Vaccine, આજે નવરાત્રિના પ્રથમ દિવસથી કરાયો પ્રારંભ

અમદાવાદ શહેરમાં તમામ લોકોનું કોરોના વેક્સિનેશન કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને (Ahmedabad Municipal Corporation) કવાયત હાથ ધરી છે. તો હવે AMCએ 100 ટકા લોકોના કોરોના વેક્સિનેશનના લક્ષ્યાંકનો પીછો કરતા હવે ઘરે બેઠા વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે હવે 18 વર્ષથી વધુ વયના દિવ્યાંગ અને 50 વર્ષથી વધુ વયના લોકોને કોરોનાની વેક્સિન ઘરે બેઠા મળશે. આજે નવરાત્રિના પ્રથમ દિવસથી જ આ યોજનાનો અમલ કરવામાં આવશે.

AMC દિવ્યાંગ અને 50 વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા આપશે Corona Vaccine, આજે નવરાત્રિના પ્રથમ દિવસથી કરાયો પ્રારંભ
AMC દિવ્યાંગ અને 50 વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા આપશે Corona Vaccine, આજે નવરાત્રિના પ્રથમ દિવસથી કરાયો પ્રારંભ

By

Published : Oct 7, 2021, 1:31 PM IST

  • AMCએ 100 ટકા કોરોના વેક્સિનેશન માટે કવાયત હાથ ધરી
  • 18 વર્ષથી વધુ વયના દિવ્યાંગ અને 50 વર્ષથી વધુ વયના લોકોને ઘરે બેઠા અપાશે વેક્સિન
  • શહેરમાં 97 ટકા લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ તો 49 ટકા લોકોને બીજો ડોઝ મળ્યો

અમદાવાદઃ શહેરમાં 100 ટકા કોરોના વેક્સિનેશનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે હવે AMCએ કવાયત હાથ ધરી છે, જે અંતર્ગત હવે AMCએ 50 વર્ષથી વધુ વયના અને 18 વર્ષથી વધુ વયના દિવ્યાંગ લોકોને ઘરે બેઠા કોરોનાની વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે. જોકે, આ કેટેગરીમાં આવતા લોકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે અને બીજો ડોઝ લેવાનો સમય પૂર્ણ થઈ ઘયો છે. તે આવા લોકોને રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ઘરે બેઠા વેક્સિન મળશે. વેક્સિન લેવા માટે સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

આ પણ વાંચો-કોરોના કેસમાં વધારો: રાજ્યમાં 24 કલાકમાં 21 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસ 180

રજિસ્ટ્રેશન માટે મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર કર્યા ફોન નંબર

ઉલ્લેખનીય છે કે, શહેરમાં 5 ઓકટોબર સુધીમાં 97 ટકા લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ તો 49 ટકા લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 66,84,515 ડોઝ આપવામાં આવ્યા છે, જે પૈકી 44,79,779 લોકોને પ્રથમ તો 22,04,736 લોકોને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો-Naratri2021: ગરબાની 12 વાગ્યા સુધી છૂટ, વેક્સીન લીધેલ લોકો જ રમી શકશે ગરબા

કોર્પોરેશને વિવિધ સોસાયટીમાં વેક્સિન આપવાનું કર્યું શરૂ

કોર્પોરેશન વિસ્તારમાં રહેતા 50 વર્ષથી વધુની વયના અથવા 18 વર્ષથી ઉપરની ઉંમરના દિવ્યાંગ વ્યક્તિઓ કે, જેમણે વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી છે અથવા બીજો ડોઝ લેવાનો સમય પૂર્ણ થઈ ગયો છે. આવા લોકો તેવા લોકો 635 709 4244 અથવા 635 709 4227 ફોન નંબર પર રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરાવી શકાશે. રજિસ્ટ્રેશન વખતે લાભાર્થી જે સમયે ઘેર હોય એ સમય અને તારીખ દર્શાવવાના રહેશે. જોકે, અત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશને વિવિધ સોસાયટીઓમાં જઈને વેક્સિન આપવાનું શરૂ કર્યું છે. આજે નવરાત્રિના પ્રથમ દિવસથી આ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details