- 28 તારીખે કોર્પોરેશનની સામાન્ય સભા ઓનલાઈન યોજાશે
- કોરોનાને કારણે સામાન્ય સભા ટાગોર હોલમાં મળી હતી
- કોર્પોરેશન બોર્ડના બહાર પડેલા એજન્ડામાં સામાન્ય સભા ઓનલાઇન યોજવાનું જણાવાયું
અમદાવાદઃ ગયા મહિનાની માસિક સામાન્ય સભા ટાગોર હોલમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજવામાં આવી હતી. ત્યારે હવે ફરી આગામી 28મીએ યોજાનારી સામાન્ય સભા ઓનલાઈન કરવામાં આવી છે. લોકડાઉન દરમિયાન અનેક સામાન્ય બોર્ડની સભાઓ રદ થઈ હતી. ત્યારબાદ બોર્ડ ઓનલાઇન મળતું હતું. પરંતુ તેમાં અસરકારક રીતે રજૂઆત થઈ શકતી નહોતી. આ કારણે વિરોધ પક્ષે એક બોર્ડનો બહિષ્કાર કર્યો હતો. અને ત્યારબાદ કચેરીના કમ્પાઉન્ડમાં જ બોર્ડ યોજાયું હતું અને હવે ફરી ઓનલાઈન જ બેઠક જ યોજવામાં આવશે.
- સત્તાધીશોને બોર્ડની બાબતે ફાવતું જડી ગયું?
ટાગોર હોલમાં સામાન્ય સભા મળી તે પહેલા તમામ કોર્પોરેટરો અને અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો પરંતુ ઈમરાન ખેડાવાલા કે જેઓ કોર્પોરેટર પણ છે તેમણે વિધાનસભામાં ટેસ્ટ કરાવ્યો હોવા છતાં સામાન્ય સભામાં બેસવા ન દેવાતાં વિવાદ થયો હતો. પરંતુ હવે પ્રત્યક્ષ બોડી યોજવાની માગ કરનારા વિપક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામું આપી દીધું હોવાથી સત્તાધીશોને બોર્ડની બાબતે ફાવતું જડી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા 28મીએ ટાગોર હોલને બદલે ઓનલાઈન થશે - એએમસી
હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા ઓનલાઇન યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મ્યુનિસિપલ બોર્ડની સામાન્ય સભા ગત મહિને ટાગોર હોલમાં મળી હતી. ગત મહિનાની સામાન્ય સભા પ્રત્યક્ષ યોજવાની માંગ કરનારા દિનેશ શર્માએ રાજીનામું આપતાં ફરી ઓનલાઇન સભા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા 28મીએ ટાગોર હોલને બદલે ઓનલાઈન મળશે