ગુજરાત

gujarat

ETV Bharat / city

શું AMCના હિસાબી ખાતા પાસે 10 વર્ષનો હિસાબ નથી..!

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 1000 દિવસથી વધુ સમય એક પદે રહેનાર કર્મચારીઓની બદલી (AMC employee transfers ) કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ આજે મળેલી સામાન્ય સભામાં આ પ્રશ્ને વિપક્ષ દ્વારા અનેક સવાલો કરવામાં આવ્યા હતાં. તો હિસાબી ખાતાંના અધિકારીઓ સામે પણ સવાલ (AMC Tax Department) ઉઠ્યાં હતાં.

શું AMCના હિસાબી ખાતા પાસે 10 વર્ષનો હિસાબ નથી..!
શું AMCના હિસાબી ખાતા પાસે 10 વર્ષનો હિસાબ નથી..!

By

Published : Jun 24, 2022, 9:08 PM IST

અમદાવાદ : અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં કૉંગ્રેસના કાઉન્સિલર રાજશ્રીબેન કેસરીએ અમદાવાદ કોર્પોરેશન કમિશનરને એક પદે રહેનાર કર્મચારીઓની બદલી પર પ્રશ્નો કરવામાં આવ્યાં હતાં કે કેમ નીચલા કર્મચારીઓની જ બદલી કરવામાં આવે છે. કલાસ વન, ટુ અધિકારીની કેમ બદલી (AMC employee transfers )કરવામાં આવતી નથી. જેનો જવાબ કમિશનર પાસે માંગવામાં આવ્યો હતો.

વિપક્ષ દ્વારા અનેક સવાલો કરવામાં આવ્યા

ડેપ્યુટી કમિશનર પર વિવાદ થયો હોવા છતાં એક પદ પર કેમ? -કોર્પોરેશન દ્વારા અનેક નીચલા અધિકારીની બદલી કરવામાં આવી છે. પરંતુ કોર્પોરેશનના ટેક્સ ખાતામાં (AMC Tax Department) છેલ્લા 22 વર્ષથી કામ કરતા દેવાશિષ બેનરજી, હીનાબેન જેવા અનેક અધિકારી ઘણા વર્ષોથી એક પદ પર છે. વધુમાં દક્ષિણ ઝોનના ડેપ્યુટી કમિશનર પર પહેલા વિવાદ થયો હોવા છતાં તેમની બદલી કેમ કરવામાં આવતી નથી.? કેમ નીચલા અધિકારીની જ બદલી (AMC employee transfers )કરવામાં આવે છે તેવા અનેક સવાલો તંત્ર સામે ઊભા થઇ રહ્યા છે.

આ પણ વાંચો- AMCની પ્રિમોન્સુન કામગીરી સામે કૉંગ્રેસનું 'નાટક'

કરોડોના બજેટનો હિસાબ નથી- વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દરેક મહાનગરપાલિકા કરતા સૌથી વધુ બજેટ 10 હજાર કરોડ અમદાવાદ કોર્પોરેશનનું છે. પરંતુ છેલ્લા 10 વર્ષથી બજેટ ક્યાં વપરાયું તેનો હિસાબ (Ahmedabad Corporation Accounting department) પણ કરવામાં આવ્યો નથી. મતલબ કે ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનમાં ભ્રષ્ટ અધિકારી છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતાં.

આ પણ વાંચોઃ Ahmedabad corporation Tenders : કોર્પોરેશનની રીક્રિએશન કમિટીના બે ટેન્ડરના આ કેવા ગફલા?

સારા વ્યક્તિના હાથે લોકાર્પણ થશે -વિપક્ષે સામાન્ય સભામાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂટ વે બ્રિજ (Foot Way Bridge on Sabarmati Riverfront) અને બે અદ્યતન કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ લોકાર્પણ મુદ્દે સવાલો કર્યા હતાં. ત્યારે શહેરના મેયર કિરીટ પરમારે (Ahmedabad Mayor Kirit Parmar) જવાબ આપતા જણાવ્યું હતું કે બંનેના કામો પૂર્ણ કર્યા હતાં. પરંતુ સારા વ્યક્તિના હાથે લોકાર્પણ કરવા ઈચ્છી રહ્યાં છીએ તેમની પાસે સમય માંગ્યો છે. સમય આપશે તો તરત જ લોકાર્પણ કરી દેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details