અમદાવાદ વધતા જતા પ્રદૂષણના કારણે 30 સપ્ટેમ્બર સુધીમાં 21 લાખ વૃક્ષો ઉગાડવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. જેમાં ત્યાર સુધી 16 લાખ વૃક્ષો વાવી દેવામાં આવ્યા છે. સાથે નવા ઓક્સિજન પાર્ક પણ બનાવવા કામ હાથે ઘરવામા આવ્યું છે.
છેલ્લા ત્રણ વર્ષમાં 35 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. અમદાવાદ શહેરમાં પ્રદૂષણની મોટી સમસ્યા જોવા મળે છે. ખાસ કરીને દિવસેને દિવસે વધતા જતા ટ્રાફિકના કારણે પ્રદૂષણ મોટા પ્રમાણમાં વધારો જોવા મળે છે. આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં રોડ, મકાન કે કોમર્શિયલ બાંધકામ માટે વૃક્ષોનું આડેધડ છેદન કરવામાં આવી રહ્યું છે. જેના કારણે આજ યોગ્ય જગ્યા શોધીને વૃક્ષો ઉગાડવાની પરિસ્થિતિ ઉભી થઈ છે.
21 લાખ વૃક્ષો ઉગાડવા લક્ષ્યાંક અમદાવાદ કોર્પોરેશન દ્વારા 30 સપ્ટેમ્બર સુધીમાં શહેરમાં 21 લાખ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી 16 લાખ જેટલા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. જેમાં વિવેકાનંદનગર હાથીજણ ટેકરી પાસે 1 લાખ 78 હજાર વૃક્ષો, થલતેજ મેટ્રો સ્ટેશનથી સ્ટેડિયમ સુધી 4 કિલોમીટરના પટ્ટામાં 12 હજાર અને સાબરમતી રિવરફ્રન્ટ પર 3 લાખ 54 હજાર જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. આમ કુલ 21 લાખ વૃક્ષોનો લક્ષ્યાંક 30 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
અત્યાર સુધી 16 લાખ જેટલા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણકોર્પોરેશન પાસે 9 નર્સરી છેઅમદાવાદ શહેરમાં 21 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક મુકવામા આવ્યો છે. ત્યારે નર્સરીની વાત કરવામાં આવે તો કોર્પોરેશન પાસે 9 નર્સરી વિવિધ વિસ્તાર આવેલી છે. જેમાંથી અમુક વૃક્ષ લેવામાં આવે છે. બીજા વૃક્ષો શહેરમાં આવેલી પ્રાઇવેટ નર્સરીમાં ખરીદવા આવે છે. આમ જે લક્ષ્યાંક મુકવામાં આવ્યો છે. જેમાં મોટાભાગના વૃક્ષો મિયાવાકી પદ્ધતિ મુજબ વાવવામાં આવ્યા છે. દર વર્ષે 10 લાખ વૃક્ષો વાવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં 35 લાખ જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. જેના 58 ટકા જેટલા વૃક્ષો જીવિત રહે છે.
શહેરમાં 128 ઓક્સિજન પાર્કઅમદાવાદ શહેરમાં હાલમાં 128 જેટલા ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યા છે. જેમાં 6 જેટલા વધુ ઓક્સિજન પાર્ક બનાવવાનું કામ ચાલુ છે. આ ઓક્સિજન પાર્ક બનાવવાનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રમાણ વધારે હોવાથી અહીંયા ચોખ્ખી હવા મળે તેનો છે. એક ઓક્સિજન પાર્કમાં અંદાજિત 40 હજાર વધુ વૃક્ષો હોય છે. જેમાં કેટલાક આયુર્વેદિક વૃક્ષો પણ જોવા મળી આવે છે.
શહેરમાં ગ્રીન કવરમાં વધારો અમદાવાદ શહેરમાં વિવિધ ડેવલપમેન્ટ થતું હોવાના કારણે આ વૃક્ષોનું આડેધડ છેદન કરવામાં આવે છે. જેના કારણે અમદાવાદ શહેરમાં પ્રદૂષણ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળતું હતું. વૃક્ષોનું છેદન થવાના કારણે શહેરનો ગ્રીન કવર એરિયા 8 ટકા જેટલો જોવા મળતો હતો. પરંતુ કોર્પોરેશને વૃક્ષો ઉગાડવાથી ગ્રીન કવર એરિયામાં વધારો થયો છે. જેના કારણે હાલમાં શહેરનો ગ્રીન કવર એરિયા 12 ટકા જોવા મળે છે.