અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખાણીપીણી બજાર હેપ્પી સ્ટ્રિટના બાંધકામનો મુદ્દો ઉઠ્યો હતો. વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું હતું કે, હેપ્પી સ્ટ્રિટમાં વોક-વે બનાવવામાં આવ્યો છે તેનો કેટલોક ભાગ ખરાબ થઈ ગયો છે. વોક-વે પર મારવામાં આવેલા લીલા અને લાલ રંગના રંગબેરંગી પટ્ટામાં પણ કલર ઉખડી ગયો છે. માત્ર 8 જ મહિનામાં હેપ્પી સ્ટ્રિટની આ હાલત છે તો આગામી સમયમાં તેની સ્થિતિ કેવી હશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ફેબ્રુઆરી મહિનામાં લૉગાર્ડનની બાજુમાં ખાણીપીણી બજાર હેપ્પી સ્ટ્રિટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
AMC સ્ટેન્ડિંગ કમિટી બેઠકઃ હેપ્પી સ્ટ્રિટના બાંધકામની ગુણવત્તાને લઈ ઉઠ્યા સવાલ - એએમસી સ્ટેન્ડિંગ કમિટી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ખાણીપીણી બજાર હેપ્પી સ્ટ્રિટના બાંધકામનો મુદ્દો ઉઠ્યો હતો. કમિટીમાં વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે માત્ર 8 જ મહિનામં હેપ્પી સ્ટ્રિટની હાલત આવી છે તો આગામી સમયમાં તેની હાલત કેવી હશે. ખાણીપીણી બજાર હેપ્પીસ્ટ્રીટમા વોક-વે બનાવવામાં આવ્યો છે તેનો કેટલોક ભાગ પણ ખરાબ થઈ ગયો છે. આ ઉપરાંત વોક-વે પર બનાવાયેલા લીલા અને લાલ રંગના રંગબેરંગી પટ્ટામાંથી પણ કલર ઉખડી રહ્યો છે.
જોકે હજી હેપ્પી સ્ટ્રિટને બન્યાને માત્ર 8 જ મહિના થયા હોવા છતાં તેની હાલત ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે તેવો વિપક્ષે આક્ષેપ કર્યો હતો. વિપક્ષે સ્ટેન્ડિંગ કમિટીમાં કરેલી રજૂઆત બાદ હેપ્પી સ્ટ્રિટના બાંધકામમાં જ્યાં પણ ખામી છે તે તમામ કામગીરી કોન્ટ્રાક્ટરના જ ખર્ચે કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર આદિત્ય ઈન્ફ્રા દ્વારા રૂ. 8 કરોડના ખર્ચે હેપ્પી સ્ટ્રિટને તૈયાર કરવામાં આવ્યું હતું. જ્યારે હેપ્પી સ્ટ્રિટનો પ્રારંભ થયો હતો ત્યારે ત્યાં આવનારા લોકોની સંખ્યામાં ખૂબ વધારો જોવા મળ્યો હતો, પરંતુ હાલમાં કોરોનાને કારણે અહીં આવનારા લોકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.