ગુજરાત

gujarat

ETV Bharat / city

AMC Review Meeting: અમદાવાદીઓની આરોગ્યની સુવિધાઓમાં આ રીતે થશે વધારો - વાઈટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી

શહેરમાં શુક્રવારે અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનની રિવ્યુ બેઠક યોજાઈ (AMC Review Meeting) હતી. તેમાં બાકી કામ અને કામ ટેન્ડર પ્રક્રિયા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જોકે, કોર્પોરેશને 85 ટકા કામ પૂર્ણ કરી દીધા છે.

AMC Review Meeting: અમદાવાદીઓની આરોગ્યની સુવિધાઓમાં આ રીતે થશે વધારો
AMC Review Meeting: અમદાવાદીઓની આરોગ્યની સુવિધાઓમાં આ રીતે થશે વધારો

By

Published : May 21, 2022, 9:35 AM IST

Updated : May 21, 2022, 10:33 AM IST

અમદાવાદઃ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિવ્યુ બેઠક (AMC Review Meeting) શુક્રવારે યોજાઈ હતી, જેમાં કેટલા કામ બાકી છે. તેમ જ ટેન્ડર પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી લેવામાં આવી હતી. આ સાથે જ શહેરમાં પ્રિ મોન્સુનની કામગીરી ઝડપી બનાવવાની કામગીરી શરૂ કરવામાં (AMC Pre Monsoon Work) આવી છે. જોકે, કોર્પોરેશને વર્ષ 2021-22ના બજેટના 85 ટકા જેટલા કામ પૂર્ણ કરી દેવાયા છે. તો આગામી સમયમાં વાઈટ ટોપિંગ રોડ બનાવવાની કામગીરી (White topping road construction work) પણ હાથ ધરાશે. તો આ બેઠકમાં કોર્પોરેશનના તમામ પદાધિકારીઓ, શહેર પ્રભારી ધર્મેન્દ્ર શાહ અને વિવિધ કમિટીઓના ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર તેમ જ તમામ ડે. મ્યુ. કમિશનર, સિટી એન્જિનિયર, એડી. સિટી એન્જિનિયર અને તમામ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સ્માર્ટ સ્કૂલ માટે 14 કરોડના કામ ચાલુ છે

વર્ષ 2021-22માં 2461.64 કરોડના વિકાસનાં કામ થયા -સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે, આ બેઠકમાં વર્ષ 2021-22ના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સૂચવેલા સુધારાના 177 કરોડ રૂપિયાથી વધુની રકમના પ્રજાલક્ષી વિકાસના કામોની સમીક્ષા કરવામાં આવી હતી. કોવિડ-19ની મહામારી દરમિયાન વર્ષ 2021-22માં 2,461.64 કરોડ રૂપિયાના વિકાસના કામો થયા છે. જ્યારે 4,087.88 કરોડ રૂપિયાનો રેવન્યૂ ખર્ચ થયો છે.

વર્ષ 2021-22માં 2461.64 કરોડના વિકાસનાં કામ થયા

આ પણ વાંચો-AMCમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં લેવાયા કેટલાક મહત્વના નિર્ણયો

પૂર્ણ થયેલા કામો-બજેટમાં પૂર્ણ થયેલા કામની વાત કરીએ, તો આયુષ્યમાન ગાર્ડનમાં 15 લાખ વૃક્ષ વાવીને કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. તો લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ (Lal Bahadur Shastri Stadium) બનાવવા ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે. શારદાબેન અને એલ.જી. હોસ્પિટલ માટે ટેન્ડર કરાયો અને તેનું કામ શરૂ છે. જ્યારે .વી. એસ. હોસ્પિટલની ટેન્ડર પ્રક્રિયા કરી કામ ચાલુ કરાશે. આ સિવાય ઠક્કરનગરમાં પ્લાસ્ટિક રોડ માટે ટેન્ડર કરી કામ ચાલુ કરાયું છે, જેમાં ગુરુકૂળ પ્લાસ્ટિક રોડ ઉંમેરી ટેન્ડર પ્રક્રિયા કરી કામ શરૂ કરાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિવ્યુ બેઠક

સ્માર્ટ સ્કૂલ માટે 14 કરોડના કામ ચાલુ છે-સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને વધુમાં જણાવ્યું હતું કે, ઠક્કરનગરમાં જિમ લાયબ્રેરીનું કામ આવતા બજેટમાં લેવાશે. નવા CHC (CHC Center in Ahmedabad) અને PHC બનાવવાનું કામ તેમ જ વસ્ત્રાલમાં હોસ્પિટલ કામ ટેન્ડર કરી કરાશે. તો સ્માર્ટ સ્કૂલ બનાવવા માટે 14 કરોડ રૂપિયા ફાળવાયા હતા. તેનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ સિવાય સોલાર રૂફ માટે 10 ટકા ગ્રાન્ટ આપવામાં અરજીઓ આવવાની શરૂ થઈ ગઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રિવ્યુ બેઠક

આ પણ વાંચો-શું AMCને ફક્ત મલાઈ ખાવામાં જ રસ છે પ્રજાની સેવામાં નહીં, વિપક્ષના નેતાએ કર્યા ગંભીર આક્ષેપ

EV સ્ટેશન માટે જગ્યા નક્કી કરવામાં આવી છે - શહેરમાં EV સ્ટેશન (EV station in Ahmedabad) 100 સ્થળે બનાવાશે, જેમાં 35 જગ્યા ફાઈનલ કરી છે. સાથે સાથે સોલાર પ્લાન્ટમાં કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. સ્વચ્છ ભારત અંતર્ગત 604 કરોડ હાથ ધરવામાં આવ્યા છે. પિન્ક ટોઈલેટ માટે ટેન્ડર કરાયો છે. તેના માટે શહેરના 21 સ્થળ નક્કી કરવામાં આવ્યા છે.

ખોખર રેલવે બ્રીજ જુલાઈમાં ખુલ્લો મુકાશે - વેજલપુર, હેબતપુર, વસ્ત્રાપુર રેલવે સ્ટેશન સહિત 3 બ્રિજ કામ નક્કી કરાયા છે. તો જુલાઈના અંત સુધીમાં ખોખરા બ્રિજ શરૂ કરવામાં આવશે. જ્યારે નરોડામાં સૌથી લાંબા બ્રિજ 165 કરોડના ખર્ચે બનાવાશે. આ સિવાય કોર્પોરેશનના ઈતિહાસ પ્રથમ વાર ખાનગી CHC કેન્દ્ર બનશે. તો નારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ (Naranpura Sports Complex) 29 તારીખે ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે 10 કરોડ રૂપિયામાં સિંધુ ભવન રોડ પર તાજ હોટલ પાસે ખાનગી ધોરણે CHC કેન્દ્ર બનાવવામાં (CHC Center in Ahmedabad) આવશે.

ખારિકટ કેનાલ માટે 1,200 કરોડ નક્કી કરાયા - ખારીકટ કેનાલ માટે 900ની જગ્યાએ 1,200 કરોડ રૂપિયા કામ માટે નક્કી કરાયા છે, જેમાં રાજ્ય સરકાર પાસેથી 400 કરોડ અને વર્લ્ડ બેન્ક પાસેથી 600 કરોડ અને કૉર્પોરેશન 200 કરોડ આપશે.

Last Updated : May 21, 2022, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details