અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના ઝડપી અને વધુ ટેસ્ટ થાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરવામાં આવશે. સોમવારે મ્યુનિસિપલ કમિશનર સાથે હેલ્થ ઓફિસરની બેઠક મળી હતી, ત્યારબાદ દરેક ઝોનના હેલ્થ ઓફિસરની પણ બેઠક યોજવામાં આવી હતી. જેમાં રેપિડ ટેસ્ટની વાત કરવામાં આવી છે.
AMCએ 20 હજાર રેપિડ એન્ટિગન કીટનો ઑર્ડર આપ્યો - ગુજરાત કોરોના અપડેટ
ગુજરાતમાં કોરોનાનો કેર વધતો જાય છે, ત્યારે અમદાવાદમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. જેથી AMCએ 20 હજાર રેપિડ એન્ટિગન કીટનો ઑર્ડર આપ્યો છે.
AMCએ 20 હજાર રેપીડ એન્ટિગન કીટનો ઑર્ડર આપ્યો
સૂત્રોનું માનીએ તો અમદાવાદ કોર્પોરેશન દ્વારા 20,000 જેટલી રેપિડ કીટનો ઓર્ડર આપવામાં આવ્યો છે અને આગામી બે ત્રણ દિવસમાં તે અમદાવાદ આવી જશે. આ કીટ સ્વદેશી છે. ગોરેગાંવની એક કંપની દ્વારા આ કીટ બનાવવામાં આવી છે. દિલ્હીમાં તેનો સફળ પ્રયોગ કર્યા બાદ અમદાવાદમાં તેનો ઉપયોગ કરવામાં આવશે.
ખાસ કરીને જે કન્ટેન્મેન્ટ વિસ્તારો છે, ત્યાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરવા માટે આ કિટનો ઉપયોગ કરાશે.