- મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને લીધી કોરોના વેક્સિન
- વેક્સિન સુરક્ષિત છે, કોઈએ વેક્સિનથી ગભરાવવાની જરૂર નથીઃ ડેપ્યુટી મેયર
- મેયર કિરીટ પરમારે તમામ વ્યક્તિએ કોરોના વેક્સિન લેવાની કરી અપીલ
આ પણ વાંચોઃઅમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 449 લોકોએ રસી લીધી
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં પણ કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. જ્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ લોકોનું કોરોના વેક્સિનેશન કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દીધી છે. હવે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં. આવશે. કોરોના વેક્સિનેશન અભિયાન અંતર્ગત અમદાવાદના મેયર કિરીટ પરમાર, ડેપ્યુટી મેયર ગીતા પટેલ, ભાજપના નેતા ભાસ્કર ભટ્ટ અને અરૂણસિંહ રાજપૂત કોરોના વેક્સિન લેવા એલિસબ્રિજ નજીક આવેલી SVP હોસ્પિટલ પહોંચ્યા હતા.આ પણ વાંચોઃગ્રામ્ય વિસ્તારના 46 હજારથી પણ વધુ લોકો રસી લઈ કોવિડ-19 સામે સુરક્ષિત બન્યાં