- કોર્પોરેશન વિસ્તારમાં 6 સ્કિમના એકમો કરાયા સીલ
- બિલ્ડિંગ યુઝ પરમિશન વિના ઉપયોગ કરાતા હતા એકમો
- આગામી દિવસોમાં પણ આ કાર્યવાહી એસ્ટેટ વિભાગ દ્વારા ચાલુ રખાશે
અમદાવાદઃ કોર્પોરેશનની (AMC Estate Department) આ કામગીરી શહેરભરમાં આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. હાઈકોર્ટે બિલ્ડિીંગ યુઝ પરમિશન વિનાના (AMC Non BU Building Ceiling Drive) બાંધકામોની ચકાસણી કરવા માટે આદેશ કર્યો હતો. જેના પગલે કોર્પોરેશન દ્વારા સાતેય ઝોનમાં હાઈરાઈઝ બિલ્ડીંગોમાં બિલ્ડીંગ યુઝ પરમિશનની ચકાસણી ઝોન વાઈઝ શરૂ કરવામાં આવી છે. જેથી કોમર્શિયલ અને રેસીડેન્સ એકમોનો બીયુ પરમિશન મેળવ્યા વિના તેનો વપરાશ થતો હોવાથી આ યુનિટો સીલ કરવામાં આવ્યા છે. ખાસ કરીને બીયુ વિના જ આ એકમો વેચાય નહીં તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
BUના નિયમો અનુસરાતા ન હોવાથી એકમો સીલ કરાયા
એસ્ટેટ, ટીડીઓ વિભાગના સુત્રોએ (AMC Estate Department) વધુમાં કહ્યું કે, નિયમ પ્રમાણે બિલ્ડીંગની આગળના ભાગે જગ્યા છોડવામાં આવતી નથી. ગેરકાયદેસર વધારાનું બાંધકામ તેમ જ બિલ્ડરો બાંધકામના કેટલાક નિયમોને અનુસરતા નથી જેથી આ કાર્યવાહી કરવામાં આવી છે. આગાળ 8થી 10 દિવસ દરમિયાન આ કામગrરી ચાલુ રહેશે. આ ઉપરાંત એસ્ટેટ ટીડીઓ ડીપાર્ટમેન્ટ દ્વારા ગેરકાયદે બાંધેલા બાંધકામ (AMC Non BU Building Ceiling Drive) પણ ફરિયાદ મળતા વિવિધ ઝોનમાં તોડી પાડવામાં આવ્યા છે.
સૌથી વધુ દક્ષિણ ઝોનના એકમો થયા સીલ
બીયુન ધરાવતી બિલ્ડીંગોમાં 128 એકમોમાંથી 58 કોમર્શિયલ એકમોની બિલ્ડીંગો સીલ કરવામાં આવી છે. બીયુ ના હોવા છતાં પણ પરવાનગી મેળવ્યા વિના (AMC Non BU Building Ceiling Drive) વપરાશ ચાલુ રાખ્યો હતો. કોમર્શિયલ અને રેસીડેન્સ યુનિટ આ બન્નેમાંથી સૌથી વધુ રેસીડેન્સ યુનિટ છે. 70 રેસીડેન્સ એકમોની બિલ્ડીંગમાં બીયુ ન હોવાથી આ એકમો સીલ થયા છે. તેમાં પણ સ્વામીનારાયણ પાર્ક નારોલ કોમર્શિયલ બિલ્ડીગોમાં 42 એકમો સીલ થયા છે.