અમદાવાદ : શહેરમાં વરસાદી વાતાવરણના કારણે અનેક જગ્યા પર (Mosquito Disease in Ahmedabad) વરસાદના પાણી ભરાવાથી મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તે માટે પ્રિવેન્ટીવ પ્લાન એક્શન (Preventive Plan Action) મૂકવામાં આવ્યો છે. શહેરમાં સિઝનનો અત્યાર સુધી સરેરાશ 20 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચુક્યો છે. તો બીજી તરફ કોર્પોરેશનની કામગીરી (AMC Pre Monsoon Operations) લઈને પણ અનેક સવાલો ઉભા થયા છે. શહેરમાં અનેક જગ્યા પર વરસાદી પાણી ભરાવાના કેસો સામે આવ્યા હતા. જેના કારણે મચ્છરજન્ય કેસમાં વધારો ના થાય તે માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે કામગીરી હાથ ધરી હતી. તેમજ જે તે જગ્યાએ દવાનો છંટકાવ કરવામાં પણ આવ્યો હતો.
કેવી રીતે કામ કરશે પ્રિવેન્ટીવ એક્શન પ્લાન -શહેરના 7 ઝોનમાં આવેલા 37 તળાવોમાં મચ્છરો ઉપદ્રવ ટાળવા માટે તરતો કચરો, ઘાસ થત બિનજરૂરી વેજિટેશન દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. લોકોમાં જાગૃતતા માટે 5 લાખથી વધુ પત્રિકાનનું વિતરણ પણ સામે આવ્યું છે. જે પણ લોકોને શંકાસ્પદ લક્ષણોદેખાય તો તરત તેના બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 8 હજાર લીટર મોસકિટો લાવિ સાઈડ ઓઈલનો છંટકાવ કરવામાં આવ્યો છે. મચ્છર ખાતી માછલી એટલે કે પોરાભક્ષક માછલીઓ (Case Disease in Ahmedabad) શહેરના 150 જેટલા સ્થળો પર મુકવામાં આવી છે.
આ પણ વાંચો :Mosquito Disease in Ahmedabad : ચોમાસામાં મચ્છરજન્ય રોગોનો નાશ કરવા કોર્પોરેશનનો નવતર પ્રયોગ