- અમદાવાદમાં Medical staff Protest કાર્યક્રમ યોજાયો
- AMC Layoffs medical employees કોઈપણ પ્રકારની નોટિસ વગર છૂટા કરવામાં આવતા વિરોધ
- Ahmedabad Arogya Bhavan ખાતે કર્મચારીઓએ કર્યું પ્રદર્શન
- Layoffs in SVP Hospital સાથે ફરી તંત્ર આવ્યું વિવાદમાં
અમદાવાદઃઅમદાવાદમાં કોર્પોરેશનના આરોગ્ય ભવન (Ahmedabad Arogya Bhavan) ખાતે છૂટાં કરવામાં આવેલા 1104 મેડિકલ સ્ટાફ (AMC Layoffs medical employees) -કર્મચારીઓએ ઉગ્ર દેખાવો કર્યા છે. કોર્પોરેશન (AMC Heath Department) દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ વિના મેસેજ કરીને તમામને છૂટાં કરવામાં આવ્યાં છે. આ તમામ કર્મચારીઓની નિમણૂક માર્ચ, 2020માં કરવામાં આવી હતી કે જેઓ અર્બન હેલ્થ સેન્ટર, રસીના ડોમ અને સર્વેની કામગીરી કરતા હતાં. ત્યારે આ તમામ કર્મચારીઓને એકાએક છૂટાં કરવામાં આવતા તંત્રનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
કોરોનાકાળમાં આ કર્મચારીઓની થઈ હતી પાર્ટ ટાઈમ
મહત્વનું છે કે, આરોગ્યવિભાગ (AMC Heath Department) દ્વારા કોરોનાકાળ સમયે આ કર્મચારીઓને પાર્ટ ટાઈમ માટે ( AMC Contractual Employees ) ભરતી કરવામાં આવ્યાં હતાં. પરંતુ હાલમાં આ કર્મચારીઓને છૂટાં (AMC Layoffs medical employees)કરી દેવાયા છે. જેના કારણે તેઓ રોષે ભરાયા છે. આ કર્મચારીઓમાં લેબોરેટરી ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ, પેરા મેડિકલ સ્ટાફ વગેરે લોકો સામેલ છે કે જેઓને છૂટાં કરી દેવામાં આવ્યાં છે.