અમદાવાદઃ ઉતરાયણ આવે ત્યારે અમદાવાદીઓ અનેક તૈયારીમાં લાગી જાય છે. અમદાવાદમાં લોકો પતંગોત્સવ ઉજવવાની સામગ્રીમાં પતંગો, ફીરકી, અને તુક્કલોની ખરીદીમાં કઈ બાકી રાખતા નથી. સરકાર દ્વારા ચાઇનીઝ તુક્ક્લ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. છતાંય કેટલાક લોકો કાળોબજાર કરીને વેચતા હોય છે. ત્યારે આગ લાગવાના બનાવ વધતા જતા હોય છે જેની સામે આગોતરી તૈયારી કરતાં અમદાવાદ ફાયર બ્રિગેડ (Ahmedabad Fire Department) દ્વારા ખાસ પ્રકારની વ્યવસ્થા (AMC firemen ready to rescue in Uttarayan 2022)કરવામાં આવી છે.
રાત્રે સળગતાં તુક્કલો આફત નોંતરે છે
મહત્વની બાબત છે કે ચાઇનીઝ તુક્ક્લ જ્યારે લોકો રાતના સમયે ઉડાડતા હોય છે. ત્યારે તે ગમે ત્યારે આગનું કારણ બની જાય છે. તેને લઈ અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ (Ahmedabad Fire Department) સજ્જ થઈ ગઈ છે. અમદાવાદમાં 15 જેટલા ફાયર સ્ટેશન પર ફાયરબ્રિગેડની 2 ગાડી તેમજ ફાયરના જવાનોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે. જો ક્યાંય પણ અમદાવાદમાં આગ લાગે તો તેમાંથી મોટી જાનહાનિ ન થાય (AMC firemen ready to rescue in Uttarayan 2022) તે માટે ખાસ કરીને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.