રિલીફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પલેક્ષમાં AMCની ટીમ પહોંચી હતી. કોમ્પેલેક્ષના ચોથા માળે આવેલા ગેરકાયદેસર બાંધકામને દૂર કરવા માટે નોટિસ પણ ફટકારવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર, આ કોમ્પલેક્ષના ચોથા માળે શેડ બનાવીને ગેરકાયદેસર દુકાનો ઉભી કરવામાં આવી છે. જેની જાણ થતા મનપાની ટીમ અહીં આવી પહોંચી હતી.
AMC નો સપાટો, વિવિધ વિસ્તારોમાં દુર કરાયા ગેરકાયદેસર દબાણ - ગેરકાયદેસર દબાણ
અમદાવાદઃ શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બંધાયેલા બાંધકામોને હટાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં બુધવારે શહેરના નવરંગપુરા, રખિયાલ, રામોલ, સ્વસ્તિક ચાર રસ્તા જેવા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોના ડિમોલિશનની કાર્યવાહી કરાઈ હતી.
આ અગાઉ પણ મૂર્તિમંત કોમ્પ્લેક્ષમાં ઉપરના શેડમાં ગેરકાયદેસર વેલ્ડિંગના કામ સમયે આગ લાગવાની ઘટના બની હતી. માર્કેટના બીજા માળે આવેલી કાપડની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. 5થી વધુ ફાયર ફાયટર દ્વારા કાબુ મેળવવામાં આવ્યો હતો. આગ લાગતા રિલિફ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આગમાં કોઈ જાનહાની પહોંચી ન હતી.
નવરંગપુરા વૉર્ડમાં ધારા કોમ્પ્લેક્સ પાસેનું 2,200 ચો ફૂટનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે. તેમજ સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલા સ્વસ્તિક હાઉસના 3,300 ચો. ફૂટનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. સરસપુર વૉર્ડમાં ત્રિકમલાલ ચોકઠાથી પોટલીયા પાણિયાર સર્કલ સુધીના દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં ફૂટપાથ પરના બેનર્સ, લારી, કાચા શેડ, ખુરશી, ટેબલ એમ કુલ મળીને 297 નંગ માલસામાન જપ્ત કરવામાં આવ્યો છે.