ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ: AMCએ અઠવાડિયામાં બીજી વખત ખાનગી કોવિડ હૉસ્પીટલોના સારવાર ખર્ચમાં ઘટાડો કર્યો

કોરોના મહામારીની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદની જનતાને રાહત મળે તે માટે કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શહેરની ડેઝિગ્નેટેડ ખાનગી કોવિડ હોસ્પિટલોમાં સારવારના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે અઠવાડિયામાં બીજી વખત આ પ્રકારે સારવારના દરમાં ઘટાડો કરાયો છે.

AMCએ અઠવાડિયામાં બીજી વખત ખાનગી કોવિડ હૉસ્પીટલોના સારવાર ખર્ચમાં ઘટાડો કર્યો
AMCએ અઠવાડિયામાં બીજી વખત ખાનગી કોવિડ હૉસ્પીટલોના સારવાર ખર્ચમાં ઘટાડો કર્યો

By

Published : Dec 16, 2020, 12:23 PM IST

  • અમદાવાદની ડેઝિગ્નેટેડ ખાનગી કોવિડ હૉસ્પિટલોના સારવાર દરમાં ઘટાડો
  • અઠવાડિયામાં બીજી વખત કરાયો કોરોના દરમાં ઘટાડો
  • નાગરિકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે કરાયો નિર્ણય
    AMCએ અઠવાડિયામાં બીજી વખત ખાનગી કોવિડ હૉસ્પીટલોના સારવાર ખર્ચમાં ઘટાડો કર્યો

અમદાવાદ: શહેરમાં કોરોનાના વધતા જતા કેસ દરમિયાન તંત્ર દ્વારા વારંવાર કોવિડ સારવાર અંગે અલગ-અલગ પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા હતા. જેથી અમદાવાદની જનતાને રાહત દરે સારવાર મળી શકે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાનગી હૉસ્પિટલોને પણ ડેઝીગ્નેટેડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં તબક્કાવાર દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ કામગીરી અંતર્ગત બુધવારથી નવા દરો લાગુ પાડવામાં આવશે.

અધિક મુખ્ય સચિવ દ્વારા લેવાયો નિર્ણય

અધિક મુખ્ય સચિવ રાજીવ કુમાર ગૃપ્તા અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ડેઝિગ્નેટ કરાયેલી ખાનગી કોવિડ -19 હૉસ્પિટલોની સંખ્યા, દર્દીઓની સારવાર બાબતે અનુભવ, ટેસ્ટિંગ માટેની સુવિધા, અન્ય દવાઓની ઉપલબ્ધતા વગેરે મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. શહેરીજનોને ખાનગી દર્દી તરીકે કોરોનાની સારવાર મેળવતી વખતે થતા ખર્ચમાં રાહત આપવા અંગે નિર્ણય કરવા માટે અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન પ્રતિનિધિઓ સાથે લોકહિતમાં ખુબ જ સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે. જે અંતર્ગત બેઠકમાં ખાનગી અને એએમસી ક્વોટા દરમાં ઘટાડો કરાયો છે.

AMCએ અઠવાડિયામાં બીજી વખત ખાનગી કોવિડ હૉસ્પીટલોના સારવાર ખર્ચમાં ઘટાડો કર્યો

ICU અને HDU બેડ ના દરમાં પણ ઘટાડો

અમદાવાદ કોર્પોરેશન અને પ્રાઇવેટ બેડ એમ બન્ને પ્રકારના બેડ ધરાવતી હોસ્પિટલમાં વેન્ટિલેટર સાથેના આઇસીયુના 19,600 રૂપિયા, વેન્ટિલેટર વગરના આઇસીયુના 16,200 રૂપિયા, એચ ડી યુના 11,300 રૂપિયા, વોર્ડના 8,100 રૂપિયા છે.

વોર્ડના 720 ના દર ઘટાડી 650 દર ( પ્રતિ ખાલી બેડ )

વોર્ડના 4500 ના દર ઘટાડી 4050 ( ભરેલ બેડ ). SUDના 1050ના દરમાં ઘટાડો કરી 950 ( ખાલી બેડ ), SUDના 6,750ના દરમાં ઘટાડો કરી 6,050 ( ભરેલ બેડ). વેન્ટિલર વગરના ICUના 1440 માંથી ઘટાડી 1300 રૂપિયા (ખાલી બેડ ), વેન્ટિલેટર વગરના ICUના 9000 ના દર ઘટાડી 8,100 ( ભરેલ બેડ ). વેન્ટિલટર વિથ ICUના 1800ના દર ઘટાડી 1600 રૂપિયા ( બેડ ખાલી), વેન્ટિલેટર વિથ ICUના 11,250 ના દર ઘટાડી 10,100 રૂપિયા ( ભરેલ બેડ ) કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:અમદાવાદ: કોરોનાની વેક્સીનને લઈને કોર્પોરેશનની કામગીરી પુરજોશમાં

ABOUT THE AUTHOR

...view details