- અમદાવાદમાં કોરોનાની પરિસ્થિતિ કાબૂ બહાર જાય તેવી શક્યતા
- સૌથી વધુ 10 વિસ્તારો પશ્ચિમ ઝોનમાંથી જાહેર કરવામાં આવ્યા
- નિકોલના 2 અને પાલડીના 1 વિસ્તારને કન્ટેઇનમેન્ટ મુક્ત કર્યા
અમદાવાદ: રાજ્યભરમાં વણસી રહેલી કોરોનાની પરિસ્થિતિમાં સૌથી વધુ અસર અમદાવાદને થઈ છે. આમદાવાદમાં સૌથી વધારો માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન પશ્ચિમ ઝોનમાં કરવામાં આવ્યા છે. જેમાં સ્ટેડિયમ, ચાંદખેડા, રાણીપ, વાસણા, નારણપુરા અને નવા વાડજની સોસાયટીઓનો સમાવેશ થાય છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં કુલ 8 વિસ્તારો પૈકી 6 વિસ્તાર બોપાલની માત્ર સન સિટીમાંથી જ નોંધાયા છે. જ્યારે બાકીના કેસ વેજલપુરમાંથી નોંધાયા છે. વધુમાં પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 4- 4, મધ્ય ઝોનમાં 1 અને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 9 કેસ નોંધાયા છે.