ગુજરાત

gujarat

ETV Bharat / city

AMCનો વધુ એક નિર્ણય: વેક્સિન સર્ટિફિકેટ બતાવ્યા વગર હોટલ કે રેસ્ટોરન્ટ્સમાં પ્રવેશ નહિં મળે

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા થોડા દિવસો અગાઉ જ વેક્સિન ન લીધી હોય તેવા લોકો માટે AMC સંચાલિત AMTS, BRTS તેમજ ગાર્ડન્સમાં પ્રવેશ ન આપવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ AMCના ફૂડ વિભાગે હોટલ અને રેસ્ટોરન્ટ્સ સંચાલકો સાથે બેઠક યોજ્યા બાદ વેક્સિન સર્ટિફિકેટ વગર ગ્રાહકોને પ્રવેશ નહિં આપવાનો નિર્ણય લીધો છે.

AMC, Vaccine Certificate
No entry in hotels or restaurants without vaccine certificate

By

Published : Sep 24, 2021, 1:11 PM IST

  • AMCની 'નો વેક્સિન, નો એન્ટ્રી' મુહિમમાં વધુ એક ઉમેરો
  • હોટલ/ રેસ્ટોરન્ટ્સમાં પણ બતાવવું પડશે વેક્સિન સર્ટિફિકેટ
  • હોટલ એસોસિએશન સાથેની બેઠક બાદ AMCએ લીધો નિર્ણય


અમદાવાદ: કોરોના સંક્રમણ અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) એ થોડા દિવસો અગાઉ જ 'નો વેક્સિન, નો એન્ટ્રી' મુહિમ શરૂ કરી હતી. આ મુહિમ અંતર્ગત AMC સંચાલિત વિવિધ સુવિધાઓ અને જાહેર સ્થળો પર વેક્સિન ન લીધી હોય તેવા લોકોને પ્રવેશ વર્જિત કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ AMCએ શહેરના હોટલ/ રેસ્ટોરન્ટ્સ સંચાલકો સાથે બેઠક યોજ્યા બાદ શહેરની હોટલ્સ/ રેસ્ટોરન્ટ્સમાં પણ વેક્સિન સર્ટિફિકેટ બતાવ્યા વગર પ્રવેશ ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જો પાલન નહિં થાય તો કરાશે દંડનીય કાર્યવાહી
AMCના સૂત્રો મુજબ, હોટલ્સ અને રેસ્ટોરન્ટ્સ શરૂ થયા બાદ ત્યાંથી કોરોના સંક્રમણ ન પ્રસરે તે માટે ક્યા તકેદારીના પગલા લઈ શકાય તે માટે AMC અને હોટલ એસોસિએશન વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વેક્સિન લેવાની પાત્રતા ધરાવતા તમામ લોકોએ વેક્સિન લીધી છે કે કેમ? તે ચકાસ્યા બાદ જ ગ્રાહકોને રેસ્ટોરન્ટ્સ કે હોટલમાં પ્રવેશ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

BRTSના સ્ટોપ બહાર લગાવેલી નોટિસ

AMTS અને BRTSમાં 35થી 40 ટકા પ્રવાસીઓ ઘટ્યા

BRTS અને AMTS બસોમાં પ્રવાસીઓ પાસે વેક્સિનના સર્ટિફિકેટની તપાસ કરવામાં આવી રહી છે. સર્ટિફિકેટ વગર એક પણ પ્રવાસીને બસમાં બેસવા દેવામાં આવતા નથી. તેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને અનેક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિર્ણયના લીધે AMTS અને BRTSના પ્રવાસીઓમાં લગભગ ૩૫થી ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.

કોર્પોરેશનમાં અધિકારી અને મેયરને પણ બતાવવું પડી રહ્યું છે સર્ટિફિકેટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરી ખાતે પણ વહેલી સવારથી જ કર્મચારીઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગેટ પર આખા દિવસ દરમિયાન મુલાકાતીઓના સર્ટિફિકેટની તપાસણી કરી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારો તથા કોર્પોરેશનના અધિકારીઓ પાસે પણ સર્ટીફીકેટ માંગવામાં આવી રહ્યા છે. જેની ચકાસણી કર્યા બાદ જ તેમને પણ બિલ્ડિંગમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. કોર્પોરેશનના આ નિર્ણયના કારણે કેટલીક જગ્યાએ ઘર્ષણના પણ બનાવો બન્યા છે.

બહાના બનાવવામાં અમદાવાદીઓ અવવ્લ

AMC દ્વારા જાહેર સ્થળો પર પ્રવેશ માટે વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત કર્યા બાદ તેની ચકાસણી માટે સઘન કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વિવિધ સ્થળોએ પાલિકાના કર્મચારીઓ દ્વારા લોકોના વેક્સિન સર્ટિફિકેટ ચકાસવામાં આવી રહ્યા છે. ત્યારે વેક્સિન ન લીધી હોય તેવા અમદાવાદીઓ છટકવા માટે અવનવા બહાના બનાવે છે. તે પૈકીના કેટલાક બહાનાઓ આ મુજબ છે.

  • સાદો મોબાઈલ છે એન્ડ્રોઇડ મોબાઈલ ખરીદવા રૂપિયા નથી
  • સર્ટીફીકેટની કોપી કઢાવી હતી પણ વરસાદમાં પલળી ગઈ
  • ઘણી વખત વેક્સિન લેવા ગયો પણ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ડોઝ ન હતા
  • મોબાઈલનો ડેટા ઉડી ગયો છે
  • પત્ની સાથે છૂટાછેડા થયા છે તેને સાઈટ પરથી સર્ટી હટાવી દીધું છે
  • મોબાઇલમાં 5 જ ટકા બેટરી રહેલી છે સર્ટિફિકેટ કેવી રીતે બતાવું
  • વેક્સિન લીધી છે પણ સર્ટી છોકરાના મોબાઈલ માં છે
  • લ્યો જોઈલો, મોબાઈલ બગડી ગયો છે. રીપેરીંગમાં આપવા જ જઈ રહ્યો છું
  • મને ડર લાગે છે. હું વેક્સિન લેવાનો નથી. મને જવા દેવો હોય તો જવા દો
  • હાલ જવા દો તમારા નંબર પર વોટ્સએપ કરી દઈશ
  • આવતીકાલે સર્ટી લઈને આવીશ ત્યારે જોઈએ લેજો

આ પણ વાંચો:'નો વેક્સિન નો એન્ટ્રી'ના નિર્ણયથી પાલિકાને ખોટ, લોકોમાં રોષ
આ પણ વાંચો:હાઇકોર્ટની ઝાટકણી બાદ AMCનું બદલાયું વલણ, અનેક નિયમોમાં કર્યા ફેરફાર

ABOUT THE AUTHOR

...view details