ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં દશેરાના તહેવારને લઈને AMCએ ફરસાણની દુકાનો પર ચેકીંગ હાથ ધર્યું - અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

દશેરાના તહેવારમાં અમદાવાદીઓ લાખો રૂપિયાના ફાફડા જલેબી ઝાપટી જાય છે. ત્યારે અમદાવાદીઓના સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકશાન ન થાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ ટિમો બનાવી તાપસ હાથ ધરી છે. કોર્પોરેશન ની ટિમો એ દુકાનો માંથી સેમ્પલ લઇ ને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે મોકલી અપાયા છે.

અમદાવાદમાં દશેરાના તહેવારને લઈને AMCએ ફરસાણની દુકાનો પર ચેકીંગ હાથ ધર્યું
અમદાવાદમાં દશેરાના તહેવારને લઈને AMCએ ફરસાણની દુકાનો પર ચેકીંગ હાથ ધર્યું

By

Published : Oct 24, 2020, 4:30 AM IST

  • તહેવારોને લઈને AMCનું ફરસાણની દુકાનો પર સઘન ચેકીંગ
  • ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તપાસવા નમૂના લેવાયા
  • અલગ અલગ ટિમ બનાવી સમગ્ર શહેરમાં ચેકીંગ હાથ ધરાયું
  • ફરસાણની બનાવટમાં વપરાતી વસ્તુઓના સેમ્પલ લેવાયા
    અમદાવાદમાં દશેરાના તહેવારને લઈને AMCએ ફરસાણની દુકાનો પર ચેકીંગ હાથ ધર્યું

અમદાવાદઃ કોર્પોરેશનની અલગ અલગ ટિમો દ્વારા ફરસાણ બનાવવામાં ઉપયોગમાં આવતી વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ખાસ કરીને બેસન અને ખાદ્યતેલ મસાલાના સેમ્પલ લેવાયા હતા. આ ઉપરાંત તૈયાર કરવામાં આવેલા ફાફડા જલેબી અને મિઠાઈઓના સેમ્પલ પણ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે.

અમદાવાદમાં દશેરાના તહેવારને લઈને AMCએ ફરસાણની દુકાનો પર ચેકીંગ હાથ ધર્યું

શહેરની પ્રખ્યાત ફરસાણની દુકાનોમાં પણ ચેકીંગ કરાયું

કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીઓ દ્વારા મણિનગરમાં આવેલી નાગર સ્વીટ માર્ટ, વસ્ત્રાલની શ્રીજી ખમણ હાઉસ, સરખેજના સૌરાષ્ટ્ર નાસ્તા હાઉસ અને ચાંદલોડિયાના જલારામ ખમણ હાઉસમાંથી પણ સેમ્પલ લઇ લેબોરેટરીમાં ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે.

અમદાવાદમાં દશેરાના તહેવારને લઈને AMCએ ફરસાણની દુકાનો પર ચેકીંગ હાથ ધર્યું

ABOUT THE AUTHOR

...view details