અમદાવાદઃ કોવિડના દર્દીઓ માટે કેવા અને કેટલા બેડ ઉપલબ્ધ છે તેની ઓનલાઈન માહિતી માટે એક ડેશબોર્ડ બનાવવામાં આવ્યું છે. તેની સાથે જ AMC સેવા એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી છે. જેમાં કઈ હૉસ્પિટલમાં આઈસીયુ બેડ, વેન્ટિલેટર બેડ અથવા અન્ય બેડ ઉપલબ્ધ છે તેની બધી જ જાણકારી મળી રહે છે. જો કે, આ માહિતી અન્ય વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. આ સાથે AMC સેવા એપ્લિકેશનમાં પણ ઉપલબ્ધ છે. તેમ છતાં એપ્લિકેશન 27 જૂન પછી અપડેટ કરવામાં આવી નથી.
કોરોના દર્દીઓને ઘણીવાર મુશ્કેલીનો સામનો કરવાની ઘટનાઓ પણ બનતી રહે છે. કઈ હોસ્પિટલમાં બેડ ખાલી છે તેની માહિતી ન હોવાને કારણે દર્દીઓએ એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ભટકવું પડે છે અને આ સમસ્યાના નિરાકરણ માટે જ મહાનગરપાલિકાએ લાઈવ ડેશબોર્ડની સાથે એપ્લિકેશન પણ તૈયાર કરી હતી. પરંતુ આ એપ્લિકેશન અપડેટ ન થતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે દસ દિવસથી પણ વધારે સમય થઈ ગયો હોવા છતાં આ AMC સેવા એપ્લિકેશન અપડેટ થઈ નથી.