ગુજરાત

gujarat

ETV Bharat / city

લૉકડાઉન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બીજી સામાન્ય બેઠક મળી, કોંગ્રેસે કર્યો વિરોધ - બીજલ પટેલ

ટાગોર હોલમાં આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા યોજાઈ હતી. સામાન્ય સભા પહેલાં કોર્પોરેટરો, મેયર અને મ્યુનિસિપલ કમિશનર સહિત તમામ હાજર અધિકારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તમામના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રેપીડ ટેસ્ટ બાદ જ સામાન્ય સભામાં કોર્પોરેટરોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેટલા કોર્પોરેટર હાજર છે તેમાં એક પણના ટેસ્ટ પોઝિટિવ આવ્યા નથી. સભામાં સાઉન્ડ ઓપરેટ કરનાર એક વ્યક્તિ પોઝિટિવ આવ્યો છે તો સભા દરમિયાન સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે બોલાચાલી થઈ હતી. કોંગ્રેસ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

લૉકડાઉન બાદ મ્યુનિ. કોર્પોરેશનની બીજી સામાન્ય સભા, કોંગ્રેસે કર્યો વિરોધ
લૉકડાઉન બાદ મ્યુનિ. કોર્પોરેશનની બીજી સામાન્ય સભા, કોંગ્રેસે કર્યો વિરોધ

By

Published : Oct 28, 2020, 6:35 PM IST

  • મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભાનું આયોજન
  • સભા ઊગ્ર બની, કોંગ્રેસના કોર્પોરેટરે કર્યા સૂત્રોચ્ચાર
  • વિરોધ અને સૂત્રોચ્ચાર બાદ સભા સ્થગિત કરાઈ
  • કાર્યો વિશે ચર્ચા વગર જ કાર્યોની મંજૂરી અપાઈ

અમદાવાદઃ આજે યોજાયેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં મીડિયાના પ્રવેશ પર પ્રતિબંધને વિપક્ષે સવાલ ઊભા કર્યા હતા. વિપક્ષના ઉપ નેતા તૌફિક ખાન પઠાણે જણાવ્યું કે, ભારત લોકશાહી દેશ છે ત્યારે મીડિયાને રોકવામાં આવી રહ્યું છે. બીજી તરફ સામાન્ય સભામાં 25 કાઉન્સિલરોને હાજર ન રહેવા ધારાસભ્યે ફોન કર્યા હોવાની વાત બહાર આવી છે. પૂર્વ વિપક્ષ નેતા અને શૈલેષ પરમાર વચ્ચે જૂથવાદ બહાર આવ્યો છે ત્યારે કોર્પોરેટરોને સામાન્ય સભામા સૂચના અપાઈ હોવાનું બહાર આવ્યું છે. ધારાસભ્ય હિંમતસિંહ પટેલે મધ્યસ્થી કરી કોર્પોરેટરોને સામાન્ય સભામાં જવા સૂચના આપી હતી. તો સભામાં મેયર દ્વારા વિવાદિત નિવેદન પણ કરવામાં આવ્યું હતું. મેયર સામાન્ય સભામાં કહ્યું, દરિયાપુર વિસ્તારમાં કોંગ્રેસના કાઉન્સિલરો છે, પરંતુ મેયરની દૃષ્ટીએ તમામ વોર્ડ અને અમદાવાદના નાગરિકો એક સમાન હોવા જોઈએ, પરંતુ અનેક વિસ્તારમાંથી મત મળતા ન હોવા છતા ધન્વંતરિ રથ શરૂ કરવા કોરોનામાં એ વિસ્તારમાં ગયા હોવાના નિવેદન મુદ્દે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

લૉકડાઉન બાદ મ્યુનિ. કોર્પોરેશનની બીજી સામાન્ય સભા, કોંગ્રેસે કર્યો વિરોધ

સભામાં જતા પહેલા મેયર અને મ્યુનિ. કમિશનરનો કોરોના ટેસ્ટ કરાયો

સામાન્ય સભામાં જતા પહેલાં મેયર બીજલ પટેલ, મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેઓ સભામાં ગયા હતા. જોકે મીડિયાને આ વખતે સભામાં ન જવા દેતા વિપક્ષે અનેક સવાલો ઊઠાવ્યા હતા.

લૉકડાઉન બાદ મ્યુનિ. કોર્પોરેશનની બીજી સામાન્ય સભા, કોંગ્રેસે કર્યો વિરોધ

વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્મા રહ્યા ગેરહાજર

વિપક્ષના પૂર્વ નેતા દિનેશ શર્મા સામાન્ય સભામા ગેરહાજર રહ્યા હતા. આ મામલે વિપક્ષના કાર્યકારી નેતા તૌફિક ખાને જણાવ્યું કે, કોર્પોરેટરોને સામાન્ય સભામાં ન આવવા ફોન થયા તે અંગે મને કોઈ માહિતી નથી. ફોન કરવા અંગે વિપક્ષ નેતા તરીકે હું અંગે તપાસ કરી મોવડી મંડળને જાણ કરીશ.

ABOUT THE AUTHOR

...view details