અમદાવાદ:રાજ્યની કોરોના ટેસ્ટિંગ નીતિ પર ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યા અમદાવાદ મેડિકલ એસસોશિયેશનને જાહેરહિતની અરજી દાખલ કરતા માંગ કરી છે કે, સરકાર ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને પણ RT-PCR ટેસ્ટ કરવાની છૂટ આપે જેથી દર્દીનું વહેલું નિદાન થઈ શકે.
ટેસ્ટિંગ પર પ્રતિબંધ હટાવવા AMAની હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી
રાજ્યની કોરોના ટેસ્ટિંગ નીતિ પર ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યા અમદાવાદ મેડિકલ એસસોશિયેશનને જાહેરહિતની અરજી દાખલ કરતા માંગ કરી છે કે, સરકાર ખાનગી લેબોરેટરી અને હોસ્પિટલોને પણ RT-PCR ટેસ્ટ કરવાની છૂટ આપે જેથી દર્દીનું વહેલું નિદાન થઈ શકે.
અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે, હાલના સમયમાં કોઈપણ ખાનગી લેબ કે હોસ્પિટલને કોરોના માટે RT-PCR ટેસ્ટ માટે સોલા સિવિલ હોસ્પિટલ પાસેથી પરવાનગી માંગવી પડે છે,. જેથી સરકારના આ નિયમને રદ કરવામાં આવે. અમદાવાદ મેડિકલ એસોસિયેશન જેના તાબા હેઠળ નવ હજાર જેટલા ડોક્ટર આવે છે તેમણે હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી થકી સરકારની પરવાનગીવાળા નિયમમાંથી મુક્તિ માંગી છે.
અરજદારે દાવો કર્યો છે કે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચએ RT-PCR ટેસ્ટ માટે 19 સરકારી અને 12 ખાનગી લેબોરેટરીને પરવાનગી આપી છે. ઘણી સર્જરી કે ઓપરેશન પહેલા કોરોના ટેસ્ટ કરવું પડે છે, તેવા કિસ્સામાં જો ખાનગી લેબને વધુ પરવાનગી આપવામાં આવે તો રાહત થશે.