એસ.ટી.બસમાં પેસેન્જરોની સંખ્યા વધી પણ GSRTCની આવક ઘટી ગઈ - એસ ટી બસ
સમગ્ર ગુજરાતમાં લૉકડાઉન ખુલ્યાં બાદ એસટી નિગમ દ્વારા પહેલી જૂનથી પોતાની સેવાઓ પૂર્વવત કરવામાં આવી છે. જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઈઝર જેવી વ્યવસ્થાઓ સાથે પેસેન્જરોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવે છે.
અમદાવાદઃ એસટી બસમાં અમદાવાદ અને સૂરતમાં 50% સીટિંગ કેપેસિટીના પ્રવાસીઓને જ બેસાડવામાં આવે છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં એસટી બસની કેપેસિટીના 60 ટકા મુસાફરોને બેસાડવામાં આવે છે. દરેક પ્રવાસીઓનું ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે અને ફક્ત કોરોનાના લક્ષણો વગરના પેસેન્જરોને જ જવાની પરવાનગી આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ વિભાગની વાત કરવામાં આવે તો દરરોજની રૂપિયા 65 લાખની રેવન્યુ આવક હોય છે. પરંતુ બસમાં તેની સીટીંગ કેપેસિટી કરતા અડધા પેસેન્જર બેસાડવામાં આવે છે. તો બીજી તરફ અમુક રાજ્યોમાં પણ બોર્ડર હોવાથી બંધ હોવાથી અને પેસેન્જર ઓછા હોવાથી એસ.ટીની આવકમાં ઘટાડો થયો છે.