ગુજરાત

gujarat

ETV Bharat / city

કૉંગ્રેસે આજ દિન સુધી શું કર્યુંના સવાલ બાદ ભાજપ કૉંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ શરૂ

કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ ફરી એક વાર ભાજપ પર આકરા પ્રહાર (alok sharma congress on bjp statement) કર્યા હતા. કૉંગ્રેસ કામ નહીં પરંતુ કારનામા કરે છે તેવા નિવેદનથી કૉંગ્રેસ પાર્ટી ભડકી (Gujarat Congress) ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે કૉંગ્રેસે આ નિવેદન અંગે પ્રતિક્રિયા આપી હતી.

કૉંગ્રેસે આજ દિન સુધી શું કર્યુંના સવાલ બાદ ભાજપ કૉંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ શરૂ
કૉંગ્રેસે આજ દિન સુધી શું કર્યુંના સવાલ બાદ ભાજપ કૉંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ શરૂ

By

Published : Oct 15, 2022, 11:53 AM IST

અમદાવાદગુજરાત ચૂંટણી (Gujarat Election) પહેલા હવે ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ શરૂ થઈ ગયું છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister) સહિત ભાજપના નેતાઓ કૉંગ્રેસને આડેહાથ લેવાની એક પણ તક ચૂકતા નથી. તો હવે કૉંગ્રેસે (Gujarat Congress) પણ ભાજપને આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેવામાં કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ (alok sharma congress on bjp statement) ફરી એક વાર ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા.

કૉંગ્રેસનો વળતો જવાબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે (Amit Shah Home Minister) ગુજરાત પ્રવાસ દરમિયાન કૉંગ્રેસની (Gujarat Congress) કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. સાથે જ કૉંગ્રેસે આજ દિન સુધી શું કામગીરી કરી તેવા સવાલ કરતા કૉંગ્રેસનો પારો આસમાને પહોંચ્યો છે. ત્યારે હવે કૉંગ્રેસના પ્રવક્તાએ ભાજપને વળતો જવાબ આપ્યો હતો.

કૉંગ્રેસનો વળતો જવાબ

ભાજપે વેપારી મિત્રોને જ ફાયદો પહોંચાડ્યો કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ (alok sharma congress on bjp statement) જણાવ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટીએ હંમેશા લોકોને અધિકાર આપ્યા છે. જ્યારે ભાજપે હંમેશા લોકોના અધિકાર છીનવ્યા છે. ભાજપાે ગુજરાતને ખાનગીકરણ અને મોંઘુ શિક્ષણ આપ્યું છે. ભાજપે મોંઘી મોંઘી હોસ્પિટલ્સ બનાવી અને વેપારી મિત્રોને સોંપી દીધી છે.

કૉંગ્રેસે દેશને મજબૂત કર્યો હતોકૉંગ્રેસ પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, અમે 70 વર્ષોમાં ઘણી બધી સંસ્થાઓ બનાવી. અમે ભારતના તમામ મંત્રાલયો અને વિભાગોને સક્ષમ અને મજબૂત કર્યા. જ્યારે ભાજપે કોડીઓના ભાવમાં સંસ્થાનોને વેચી દીધી છે. ભાજપે ડિફેન્સની જમીન હોય કે, પછી કોઈ બિઝનેસની જમીન હોય. હંમેશા પ્રાઈવેટ લોકોને આપી દીધી છે. કૉંગ્રેસે દેશને મજબૂત કર્યો હતો અને દેશના વિકાસ માટે સંસાધનો જે વસાવ્યા હતા એ ભાજપે કેમ પ્રાઇવેટ લોકોને આપી દીધા?

સરકાર આંકડા છૂપાવે છેઆ સાથે જ કૉંગ્રેસે ભાજપ અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન ઉપર પ્રહાર કરતાં (alok sharma congress on bjp statement) કહ્યું હતું કે, કૉંગ્રેસના સમયમાં તમામ ડિપાર્ટમેન્ટના આંકડા સાચી રીતે લોકો સમક્ષ આવતા હતા. ખેતીને સંબંધિત, મહિલાઓના અત્યાચારના સંબંધિત ,નાણાઓને સંબંધિત, ખેડૂતોના આત્મહત્યાને સંબંધિત, આ તમામ આંકડા ઉપર ભાજપે તાળું લગાવી દીધું છે. જે દેશ અને લોકો સમક્ષ અત્યારે આંકડા આવી રહ્યા છે તો એવા આંકડા હોય છે કે, જેના ઉપર સરકાર ઉપર સવાલ ઉઠાવવામાં ન આવે. અમે લોકોને અધિકાર આપ્યા જ્યારે ભાજપાએ અધિકાર છીનવી લીધા.

પાટીલ પહેલા પોતાની તરફ જૂએ પછી આક્ષેપ કરે કૉંગી પ્રવક્તાએ (alok sharma congress on bjp statement) સી. આર. પાટીલ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, ગઈ કાલે સી. આર પાટિલે એવું નિવેદન આપ્યું હતું કે, કૉંગ્રેસનું કામ નહીં પણ કારનામા બોલે છે. તો અમે કહેવા માગીએ છીએ કે, સી. આર. પાટીલ પર 107 કેસ છે. પહેલા પોતાનું અસ્તિત્વ હોવું જોઈએ પછી બીજાને કહેવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details