ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ કેન્દ્ર સરકાર પર લગાવ્યા આક્ષેપો - મનીષ દોશી

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીના પ્રચાર વધુને વધુ આકરો થતો જાય છે. તેમા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર આરોપ મૂકતા જણાવ્યું છે કે એનડીએ સરકારે છેલ્લા છ વર્ષમાં પેટ્રોલની એક્સાઇઝ ડ્યુટીમાં 8 ટકા અને ડીઝલની આબકારી જકાતમાં 820 ટકા વધારો કરી સામાન્ય નાગરિકોના ખિસ્સામાંથી 18 લાખ કરોડ ખંખેરી લીધા છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ કેન્દ્ર સરકાર પર લગાવ્યા આક્ષેપો
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ કેન્દ્ર સરકાર પર લગાવ્યા આક્ષેપો

By

Published : Oct 25, 2020, 5:32 AM IST

  • કેન્દ્રએ પેટ્રોલમાં 258 ટકા અને ડીઝલમાં 820 ટકા ડ્યુટી વધારી નાગરિકોના ખિસ્સા ખાલી કર્યા
  • જે પેટ્રોલ પ્રતિ લિટર 20 રૂપિયા આપી શકાય તેને 78 રૂપિયે આપી ચલાવાઈ રહી છે લૂંટ
  • ડુંગળીનો ભાવ 2014માં પ્રતિ કિલો 8 રૂપિયા હતો
  • બટાટાનો ભાવ પ્રતિ કિલો 14 રૂપિયાથી વધીને પ્રતિ કિલો 50 રૂપિયા
  • ભાજપ શાસનના છ વર્ષની ફળશ્રુતિ, અર્થતંત્ર તળિયે અને ધંધો-રોજગાર બેસી ગયા

અમદાવાદઃ ભાજપ સરકાર 2014માં સત્તા પર આવી ત્યારે પેટ્રોલ પર પ્રતિ લિટર 9.20 રૂપિયા અને ડીઝલ પર 3.20 રૂપિયાની આબકારી જકાત હતી. તે સમયે ક્રૂડ ઓઇલનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 108 ડોલર હતો.

ક્રૂડ ઓઇલનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 42.62 ડોલર

તેથી ભાજપે સત્તા સંભાળી ત્યારે પ્રતિ લિટર ક્રૂડ 40 રૂપિયા થાય. તેની સામે આજે ક્રૂડ ઓઇલનો આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ 42.62 ડોલર છે. આ જોતા પ્રતિ લિટર 26ના ભાવે તેની ખરીદી થાય છે. હવે જો ભાજપ સરકાર વેટ ઘટાડે તો પેટ્રોલ-ડીઝલ પ્રતિ લિટર 50 રૂપિયામાં આપી શકાય. આમ પ્રતિ લિટર 20 રૂપિયાના ભાવનું આંતરરાષ્ટ્રીય બજારનું પેટ્રોલ દેશના નાગરિકોને પ્રતિ લિટર 78.54, ડીઝલ 75.87 લિટરે વેચીને દેશના નાગરિકોને લૂંટવામાં આવી રહ્યા છે. આમ છેલ્લા છ વર્ષમાં પેટ્રોલ પર પ્રતિ લિટર 23.79 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લિટર 28.37 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ કેન્દ્ર સરકાર પર લગાવ્યા આક્ષેપો

બટાકા-ડુંગળીના ભાવે 100 રૂપિયે આંબવા

મનીષ દોશીએ આ સાથે તેલિયા રાજાઓ સાથે શાસક પક્ષની મિલીભગતના લીધે પ્રજાને તહેવારોના સમયે જ તેલના ભાવનો ડામ મળ્યો છે. આજે તેના લીધે સીંગતેલના ડબાનો ભાવ 2,360 રૂપિયા થઈ ગયો છે. ફક્ત સીંગતેલ જ નહી, પેટ્રોલ-ડીઝલની સાથે ગેસ દૂધ, દાળ, ચોખા, અનાજ, શાકભાજી બધાના ભાવ વધ્યા છે. આમ ભાજપના રાજમાં મોંઘવારીએ માઝા મૂકી છે અને સંગ્રહખોરો બેફામ બન્યા છે. બટાકા-ડુંગળીના ભાવે સો રૂપિયે આંબવા આવ્યા છે.

અર્થતંત્ર તળિયે પહોંચી ગયુ

દેશમાં ફુગાવાનો દર ટોચે 7.34 ટકા છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 7.59 ટકા છે, ખાદ્યાન્ન ફુગાવો 11.8 ટકા છે, શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે, ટ્રાન્સપોર્ટ કમ્યુનિકેશનમાં 6.08 ટકાનો ઊંચો દર છે. રૂપિયો નબળો છે, અર્થતંત્ર તળિયે પહોંચી ગયુ છે, ભારતનો વેપાર જ નહીવત થઈ ગયો છે, જથ્થાબંધ ભાવાક ઉચકાયો છે, ઔદ્યોગિક ઉત્પાદન ઘટ્યુ છે અને બીજી બાજુ બચતના વ્યાજદર સતત ઘટી રહ્યા છે આ છે ભાજપ સરકારનું સરવૈયુ. કેન્દ્ર સરકારે દેશની જનતા સાથે મોટી છેતરપિંડી કરી છે. મોંઘવારી છેલ્લા છ વર્ષની સર્વોચ્ચ સપાટીએ છે. મોંઘવારી, બેરોજગારી, કાળા બજારિયા, સંગ્રહખોરી બેકાબુ બની છે.

બટાકા પ્રતિ કિલો 14 રૂપિયાથી વધી પ્રતિકિલો 50 રૂપિયા

શાકભાજીના ભાવમાં 60 ટકા વધારો, વિવિધ દાળોના ભાવમાં 30થી 50 ટકા વધારો થયો છે. 2014માં ડુંગળીના ભાવ પ્રતિ કિલો 8 રૂપિયે હતા. જે ઓક્ટોબર 2020માં પ્રતિકિલો 80 રૂપિયા છે. બટાકા પ્રતિકિલો 14 રૂપિયાથી વધી પ્રતિકિલો 50 રૂપિયા થયા છે. શાકભાજી, બટાટા, ડુંગળી સહિત જીવન જરૂરિયાત ચીજવસ્તુનો ભાવ વધારાનો લાભ વચેટિયા, કાળાબજારિયા, સંગ્રહખોરો લઈ ગયા છે. તેઓ સરકારના આશીર્વાદ હેઠળ સુનિયોજિત લૂંટ ચલાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details