અમદાવાદ : અમદાવાદમાં આવેલી કોર્પોરેશનની એલ.જી.હોસ્પિટલ ફરિ એક વાર (LG Hospital Controversy) વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં બાળક બદલાઈ જવાની ઘટનાથી વિવાદમાં સામે આવ્યો છે. બાળક બદલાઈ જવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં (LG Hospital Controversy Child) આવ્યો હતો. બાળક અવસાન પામ્યા બાદ આ પરિવારે બાળકનો સ્વીકાર ઇનકાર કર્યો હતો.
અધુરા મહિને બાળકનો જન્મ -એલ.જી.હોસ્પિટલમાં 28 મે ના રોજ અધુરા મહિને જન્મેલા બાળકને કાચની પેટી રાખવામાં આવ્યું હતું. તે સમયે બાળક અવસાન પામતા પરિવારજનો બાળક બદલાઈ જવાનો આરોપ કરવામાં આવ્યો હતો. બાળકના પરિવાર જનો આક્ષેપ હતો કે, બાળકના શરીર પર લાખુ ન હતું. જ્યારે બાળકાના શરીરના ભાગ પર લાખુ જોવા મળી આવ્યું હતું. જ્યારે તેમના બાળકના માથે વધારે પ્રમાણમાં વાળ ન હતા. પરંતુ, આ બાળકના માથે વધારે પ્રમાણમાં વાળ હોવાના કારણે બાળક બદલાઈ જવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતા. જેના કારણે પરિવારજનોએ DNA ટેસ્ટની માંગણી કરી હતી.
આ પણ વાંચો :જયપુરમાં માસૂમ બાળક પર કૂતરાઓએ કર્યો હુમલો, ઘટના થઈ CCTV કેમેરામાં કેદ