ગુજરાત

gujarat

ETV Bharat / city

ચૂંટણી પહેલા આપમાં ડખો, ટિકીટ વહેંચવા મુદ્દે ગંભીર આક્ષેપ: સાકીર શેખ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections) અગાઉ હજી ટિકીટની વહેંચણી શરૂ થઈ ત્યાં આમ આદામી પાર્ટીમાં વિવાદ (Controversy in Aam Adami Party) શરૂ થયો છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા વેજલપુર બેઠક (AAP Candidate Vejalpur seat) પરના ઉમેદવારના નામની જાહેરાત પછી વિવાદ સર્જોયો છે.

ચૂંટણી પહેલા આપમાં ડખો, ટિકીટ વહેંચવા મુદ્દે ગંભીર આક્ષેપ: સાકીર શેખ
ચૂંટણી પહેલા આપમાં ડખો, ટિકીટ વહેંચવા મુદ્દે ગંભીર આક્ષેપ: સાકીર શેખ

By

Published : Sep 14, 2022, 5:44 PM IST

અમદાવાદઆમ આદમી પાર્ટી દ્વારા સૌથી પ્રથમ ઉમેદવારની યાદી જાહેર(Aam Aadmi Party announced candidates list ) કરવામાં આવી હતી. પરંતુ વેજલપુર વિધાનસભાના ઉમેદવારનું નામ જાહેર થતાં જ આમ આદમી પાર્ટીમાં વિવાદ સર્જાયો છે. પાર્ટી પર ટિકીટ આપવા મુદ્દે ગંભીર આક્ષેપ (Allegation against gujarat AAP) કરવામાં આવ્યો છે.

લ્પેશ પટેલ જોડે પૈસા હોવાથી તેને ટિકીટ આપવામાં આવી છે. જો આવી રીતે પૈસાના જોરે ટિકિટ આપવામાં આવશે તો અરવિંદ કેજરીવાલ જેવા ઈમાનદારની છબી ખરાબ થશે. તે તેમને પોતાના વાયરલ વીડિયોમાં જણાવ્યું હતું.

પ્રદેશ કાર્યાલય કોઈ સાંભળવા તૈયાર નથીઆમ આદમી પાર્ટીના અમદાવાદ શહેરના (AAP Candidate Vejalpur seat) ઉપપ્રમુખ સાકીર શેખ એક વીડિયોમાં જણાવ્યું હતું કે, આ બાબતે આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યાલય ફરિયાદ કરવા ગયો હતો. પરંતુ ત્યાં પણ કોઈ મારી વાત સાંભળવા તૈયાર ન હતા. કલ્પેશ પટેલ જોડે પૈસા હોવાથી તેને ટિકીટ આપવામાં આવી છે. જો આવી રીતે પૈસાના જોરે ટિકિટ આપવામાં આવશે તો અરવિંદ કેજરીવાલ જેવા ઈમાનદારની છબી ખરાબ થશે. તે તેમને પોતાના વાયરલ વીડિયોમાં જણાવ્યું હતું.

ભષ્ટ્રાચાર મુકત શાસન આપીશુંઃ કેજરીવાલઆમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં ત્રણ ઉમેદવારની યાદી જાહેર કરી છે. સૌપ્રથમ યાદી જાહેર થઈ તેમાં જ વિવાદ (Controversy in Aam Adami Party) ઉભો થયો છે. હજી તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat election ) શરૂ થાય અને ચૂંટણી પ્રચારની શરૂઆત થાય તે પહેલા જ ટિકીટ વહેંચણીનો મુદ્દો (Serious allegation on AAP on ticket issue) ગરમાયો છે. એક તરફ આમ આદમી પાર્ટીના સુપ્રીમો (Aam Aadmi Party supremo) અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં આવીને કહી ગયા છે કે અમે ભષ્ટ્રાચાર મુ્કત શાસન (Corruption free governance) આપીશું. ભષ્ટ્રાચાર કરનાર તમામ નેતાઓને જેલમાં નાંખીશું. તે પાર્ટીમાં તે પાર્ટીના ઉપપ્રમુખે જ ટિકીટ વહેંચણી (Gujarat Election Ticket) મુદ્દે પૈસા લીધા હોવાનો આરોપ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details